ગાંધીનગર જિલ્લામાં ૨૦૧૮ માં ૯૩૩ અકસ્માત, ૨૯૩નાં મોત

598

માર્ગ સલામતી સપ્તાહને લઈને ગાંધીનગર જિલ્લા ટ્રાફિક પોલીસ, શહેર વસાહત મહામંડળ તથા દેના ગુજરાત ગ્રામીણબેંક દ્વારા લોકોમાં અવેરનેસ માટે પેમ્પલેટ પ્રકાશિત કરવામા આવ્યુ છે.  સેક્ટર-૨૩માં શેઠ સી. એમ. હાઈસ્કૂલમાં સાહિત્યનું વિમોચન કરાયું હતું. જેમાં જાહેર કરાયેલા આંકડા મુજબ ૨૦૧૮માં જિલ્લામાં કુલ ૯૩૩ અકસ્માતો નોંધાયા છે જેમાં ૨૯૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં ૧૯૭ અકસ્માતો નોંધાયા છે જેમાં ૪૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. સેક્ટર-૭ પોલીસ સ્ટેશનની હદમાં ૨૦૧૮માં ૧૭, સેક્ટર-૨૧ની હદમાં ૧૧ અને ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનની હદમાં ૧૮ના અકસ્માતમાં મોત થયા છે. માદક દ્રવ્યોના સેવન પછી, પુરતી ઊંઘ વગર ડ્રાઈવિંગ, સીટબેલ્ટ બાંધ્યો ન હોય કે હેલમેટ પહેર્યું ન હોય તેવા કેસમાં મૃત્યુની શક્યતા વધી જતી હોય છે.

Previous articleખાત્રજમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો સ્ટીરોઇડની ગોળીઓનો જથ્થો જપ્ત
Next articleઅહો આશ્ચર્યમઃગાંધીનગરને મળ્યું ઓડીએફમાં પ્રથમ રેંક સ્થાન