મહાત્મા ગાંધી વિદ્યામંદિર ખાતે કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

764

આરોગ્ય શાખા, ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા આજરોજ તા. ૮ ફેબ્રુઆરી, ર૦૧૯ કૃમિનાશક દિવસ અંત્રેની સંસ્થામાં ઉજવીને ધો. ૯ થી ૧ર ના ૧૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને કૃમિનાશક ગોળીયોનું વિતરણ કર્યુ અને વિદ્યાર્થીઓને ગોળી પીવડાવવાની કામગીરી કરી હતી.

આ કાર્યક્રમ આરોગ્ય શાખા અર્બન હેલ્થ સેન્ટર, સેકટર – ર૪ ના સ્ટાફ, ડૉકટરો, મેડિકલ ઓફીસર,  ડૉ. પાર્થ ઠાકર, ડૉ. યોગીની પટેલ, ડૉ. હિનલ કાપડીયા, આરોર્ગ કાર્યકર મિત્તલ પટેલે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ પ્રસંગે જાણિતા એડવોકેટ પ્રદિપસિંહ વાઘેલા, આચાર્ય મહેન્દ્રભાઈ વાઘેલા, કો. ઓર્ડીનેટર નટુભાઈ લાડાણી તથા શાળાના સુપરવાઈઝર હસમુખભાઈ એન. પટેલ હાજર રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં પૂરો સાથ અને સહકાર આપ્યો હતો.

Previous articleગાંધીનગરમાં કાતિલ ઠંડીથી જનજીવન ઉપર ભારે અસર- ૪૮ કલાકમાં આઠ ડિગ્રીનો કડાકો
Next articleસેક્ટર-૧૩ ખાતે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનો ૧૫૬ લાભાર્થીઓએ લાભ લીધો