રાણપુરના માલણપુરમાં સ્વાઈન ફ્લુથી મહીલાનુ મોત થતા પંથકમાં હાહાકાર

627

સમગ્ર રાજ્યમાં સ્વાઈન ફ્લુ એ હાહાકાર મચાવી દીધો છે અને લોકો માં સ્વાઈન ફ્લુ ને લઈ ચિંન્તા માં મુકાયા છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના માલણપુર ગામની ૨૭ વર્ષીની એક મહીલાનુ સ્વાઈન ફ્લુ ને કારણે મોત થયુ છે આ અંગે મળતી માહીતી મુજબ રાણપુર તાલુકાના માલણપુર ગામની મહીલાને સૌપ્રથમ રાણપુર અને ત્યાથી બોટાદ ખાતે બતાવવામાં આવતા ત્યા રીપોર્ટ કરતા મહીલા ને તકલીફ વધુ હોય તાત્કાલિક ભાવનગર ની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી માલણપુર ગામે સ્વાઈન ફ્લુ નો કેશ નોંધાતા સરકારી આરોગ્યની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને લોકોને સાવચેત રહેવા અને જરૂરી દવાઓનુ વિતરણ કરવામાં આવ્યુ   સાથે સરકારી આરોગ્ય કેન્દ્ર દ્વારા માલણપુર ગામ લોકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો જ્યારે આઠ દિવસ સુધી આ મહીલાની સારવાર કરવામાં આવી અંતે મહીલા નુ સ્વાઈન ફ્લુ ને કારણે મોત થતા નાના એવા માલણપુર ગામમાં ચિંન્તા ના માહોલ વચ્ચે શોકનુ મોજુ ફળીવળ્યુ હતુ

અગાઉ રાણપુરના મોટીવાવડી ગામે પણ એક ૪૨ વર્ષના વ્યક્તી નુ સ્વાઈન ફ્લુ ના કારણે મોત થયુ હતુ રાણપુર પંથક માં સ્વાઈન ફ્લુ એ બે વ્યક્તી નો જીવ લેતા રાણપુર પંથક માં હાહાકાર મચી ગયો છે જ્યારે રાણપુર શહેર માં પણ સ્વાઈન ફ્લુ નો એક કેસ નોંધાયો છે અને એ દર્દી હાલ અમદાવાદ હોસ્પીટલ માં સારવાર લઈ રહ્યો હોવાનુ જાણવા મળેલ છે.

૨૭ વર્ષીય મહીલાનુ મોત થતા બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી

માલણપુર ગામમાં સ્વાઈન ફ્લુ ને કારણે મોત થનાર મહીલા ને બે બાળકો હતા સ્વાઈન ફ્લુ થવાના કારણે મોત થતા બે બાળકો એ માતાની છત્રછાયા ગુમાવી છે બે બાળકોમાં મોટો દીકરો જેની ઉંમર ૬ વર્ષની છે અને નાનો દીકરો જેની ઉંમર ૪ વર્ષની છે આ બન્ને બાળકો ને નાનપણ માં જ માતાની છત્રછાયા ગુમાવતા આ બન્ને બાળકોની આંખ માં આંસુ સુકાતા નથી.

પત્રકાર વિપુલ લુહાર દ્વારા ઉકાળાનુ વિતરણ કરવા માટે રજુઆત કરાઈ

રાણપુર શહેર અને રાણપુર તાલુકાના ગામડાઓમાં લોકો ને સ્વાઈન ફ્લુ ના ઉકાળા પીવડાવવા અંગે રાણપુરના પત્રકાર વિપુલ લુહાર દ્વારા રાણપુર તાલુકા આરોગ્ય અધિકારી જાકીરહુશૈન સાહેબ નો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે આગામી દિવસો માં રાણપુર અને રાણપુર ના ગામડાઓમાં સ્વાઈન ફ્લુ ના ઉકાળા પીવડાવવામાં આવશે અને વધારે માં વધારે લોકોને આ ઉકાળો પીવડાવવામાં આવશે.

Previous articleભાવેણાના પદ્મશ્રી જયોતિભાઈ ભટ્ટનું નાગરિક અભિવાદન
Next articleભાવેણાના ફોટોગ્રાફર અજય જાડેજાનું વડોદરા પોલીસ દ્વારા સન્માન કરાયું