જૂઠાણા, ડંફાસો અને ધમકી એજ મોદી સરકારની ફિલોસોફી : સોનિયા ગાંધી

757

કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ વર્તમાન મોદી સરકાર પણ સણસણતો પ્રહાર કરતા જણાવ્યું કે, મોદી સરકારની ફિલોસોફી જૂઠાણા, ડંફાસો અને ધમકીઓની છે. સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યું કે તેમનો પક્ષ કોંગ્રેસ રાજકીય વિરોધીઓનો મક્કમપણે સામનો કરીને જોશ સાથે ઉભરી આવશે.

કોંગ્રેસની સંસદીય પાર્ટીની સામાન્ય સભામાં સંબોધતા સોનિયા ગાંધીએ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરતા જણાવ્યું કે રાહુલે પક્ષમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે અને અનુભવ તેમજ યુવાશક્તિના મિશ્રણ સાથેની નવી ટીમને સાથે લઈને ચાલી રહ્યા છે. અમે આગામી લોકસભા ચૂંટણીમાં નવીનીકૃત વિશ્વાસ અને સમાધાનો સાથે ઉતરીશું. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પક્ષની જીતથી નવી આશાનો ઉદય થયો છે,’ તેમ સોનિયા ગાંધીએ બેઠકમાં જણાવ્યું હતું.  બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના લોકસભાના નેતા મલ્લિકાર્જુન ખડગે, વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સહિતના અન્ય નેતાઓ હાજર હતા.

આપણા વિરોધીઓ અગાઉ અજેય હોવાનો અંદાજ મૂકાતો હતો. કોંગ્રેસે તેમનો મજબૂતીથી સામનો કર્યો અને અધ્યક્ષે તેમની સામે ઝીક ઝીલી જેમાં લાખો કાર્યકરોમાં તેમનું બધું જ સમર્પિત કર્યું છે. મોદી સરકાર પર તીખા વાર કરતા તેમણે જણાવ્યું કે ભારતની લોકશાહી તેમજ ધર્મનિરપેક્ષતા પર મોદી શાસનમાં હુમલાઓ થયા. આ સમયમાં બંધારણના મૂલ્યો, સિદ્ધાંતો અને જોગવાઈઓ ખતરામાં આવી હોવાનો આક્ષેપ સોનિયા ગાંધીએ કર્યો હતો. સોનિયા ગાંધીએ આટલેથી નહિ અટકતા વધુમાં ઉમેર્યું કે સમગ્ર દેશમાં ડર અને સંઘર્શનું સર્વવ્યાપક વાતાવરણ ઉભું થયું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleકુંભ પહોંચેલા અમિત શાહે યોગી આદિત્યનાથ સાથે સંગમ ખાતે ડુબકી લગાવી