પત્નીએ ટૂંકા કપડા પહેરવાની અને દારુ પીવાની ના પાડતાં પતિએ આપ્યા ટ્રિપલ તલાક

318

બિહારની રાજધાની પટનાથી એક ત્રણ તલાકનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પીડિત મહિલાએ દાવો કર્યો છે કે દારૂ ન પીવા અને જિન્સ ન પહેરવાના કારણે પતિએ તેને ત્રણ તલાક આપી દીધા. મહિલાએ કહ્યું કે, પતિ મૉડર્ન બનવા અને અલગ-અલગ રીતે ડ્રેસ પહેરવાની વાત કરતો હતો. પરંતુ, તેણે ઇન્કાર કરતાં પતિએ ત્રણ તલાક આપી દીધા.

પીડિત મહિલાએ કહ્યું કે, વર્ષ ૨૦૧૫માં મારા ઈમરાન મુસ્ફતા સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ અમે દિલ્હી જતા રહ્યા. થોડાક મહિનાઓ બાદ પતિએ કહ્યુ કે તું પણ શહેરની અન્ય મોર્ડન યુવતીઓની જેમ રહે. તેઓ ઈચ્છતા હતા કે હું નાના કપડા પહેરું, નાઇટ પાર્ટીમાં જઉં અને દારૂ પીવું. જ્યારે હું ઇન્કાર કરતી તો તેઓ રોજ મને મારતા હતા.

પીડિતાએ કહ્યું કે, વર્ષો સુધી ત્રાસ આપ્યા બાદ પતિએ થોડાક દિવસ પહેલા મને ઘર છોડીને જવા માટે કહ્યુ. જ્યારે મેં ઇન્કાર કર્યો તો તેણે ત્રણ તલાક આપી દીધા. પીડિત મહિલાએ આ સંબંધમાં રાજ્ય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા આયોગે પીડિતાના પતિને નોટિસ પણ મોકલી છે.

બિહાર રાજ્ય મહિલા આયોગે અધ્યક્ષા દિલમણિ મિશ્રાએ કહ્યું કે, પતિ પીડિતાને ત્રાસ આપતો હતો. બે વાર તેણે બળજબરી એબોર્શન પણ કરાવી દીધી. ૧ સપ્ટેમ્બરે પતિએ ટ્રિપલ તલાક આપી દીધા. એમ આ મામલામાં આરોપીને નોટિસ મોકલી છે અને ટૂંક સમયમાં તપાસ કરીશું.

Previous articleવડાપ્રધાન મોદીની ભત્રીજીનું પર્સ ચોરી કરનાર બન્ને આરોપી ઝડપાયા
Next articleકેરળ સરકારની મદદથી એડમ હેરી ભારતનો પહેલો ટ્રાન્સજેન્ડર કોમર્શિયલ પાઈલટ બનશે