બિહારના પુરગ્રસ્ત બધા૧૨ જિલ્લામાં સ્થિતી વધુ વણસી

1103

બિહારમાં પુરગ્રસ્ત તમામ ૧૨ જિલ્લામાંઓમાં સ્થિતી વણસી ગઇ છે. સત્તાવાર રીતે મોતનો આંકડો વધીને ૧૨૫ ઉપર પહોંચી ગયો છે. જ્યારે બિનસત્તાવાર રીતે મોતનો આંકડો વધીને ૨૦૦થી ઉપર પહોંચી ચુક્યો છે. ૮૩૫ કોમ્યુનિટી કિચનમાં પુરપિડિતો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ૪૨ રાહત કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો આશ્રય લઇ રહ્યા છે. છેલ્લા બે દિવસથી ભારે વરસાદના કારણે સ્થિતી વધારે ખરાબ થઇ ગઇ છે. આસામમાં પણ સ્થિતી હાલમાં સુધરે તેવા સંકેત નથી. અહીં ૩૩ જિલ્લા પૈકી ૨૦ને હજુ અસર થયેલી છે. કુલ અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૩૮.૮૨ લાખ નોંધાઇ છે. સત્તાવાર રીતે બિહારમાં હજુ સુધી મોતનો આંકડો ૧૨૫ દર્શાવવામાં આવ્યો છે. જો કે બિનસત્તાવાર રીતે મોતનો આંકડો ૨૨૦ ઉપર પહોંચી ગયો છે. બિહારમાં હજુ  ૮૧.૫૭ લાખ લોકો પુરના સકંજામાં છે. વરસાદના કારણે તમામ આંકડા વધવાની શક્યતા છે. બીજી બાજુ આસામમાં સ્થિતીમાં આંશિક સુધારો થયો છે. જો કે લાખો લોકો હજુ મુશ્કેલીમાં છે.   નેપાળના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની સીધી અસર બિહારમાં થઇ રહી છે. અલબત્ત જળબંબાકાર થયેલા વિસ્તારોમાં પાણીની સપાટી ઘટી રહી છે.

રોગચાળાને રોકવા માટેના પ્રયાસો હવે હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યના ૧૨  જિલ્લા શિવહર, સીતામઢી, પૂર્વીય ચંપારણ, મધુબની, અરેરિયા અને કિસનગંજના ક્ષેત્રમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. દરભંગા, વૈશાલી અને મુઝફ્ફરપુરમાં પણ નદીઓમાપુરની સ્થિતિ સર્જાઈ ગઈ  છે. બિહારમાં ૧૨ જિલ્લામાં ૮૧.૫૭ લાખ લોકોને માઠી અસર થઇ છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં સ્થિતિ ગંભીર બનેલી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ૩૩ જિલ્લાઓ પૈકી ૨૦ પુરના સકંજામાં છે. અહીં ૩૮  લાખ લોકોને અસર થઇ છે. હાલમાં એનડીઆરએફની ૧૫ ટીમો લાગેલી છે. સ્થિતીમાં હાલમાં સુધારો થવાના  સંકેત નથી.  એકલા આસામમાં પુરના કારણે ૩૮  લાખ લોકો વિસ્થાપિત થઇ ચુક્યા છે. જ્યારે મોતનો આંકડો વધીને ૭૪ ઉપર પહોંચી ગયો છે.આસામમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ છ લોકોના મોત થયા છે.  ગુવાહાટી અને અન્ય વિસ્તારોમાં બ્રહ્યપુત્ર અને તેની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે.  કાઝીરંગા નેશનલ પાર્કમાં ૧૨૯ પ્રાણીઓના મોત થયા છે જે પૈકી ૧૦ ગેંડાઓનો સમાવેશ થાય છે.ઉત્તરપૂર્વીય રાજ્યમાં પુરના પાણી ઉતરી રહ્યા છે પરંતુ લોકોની સ્થિતી હાલમાં નહીં સુધરે તેવા સંકેત છે. કારણ કે તેમના કાચા મકાનો પાણી હેઠળ છે. હવે રોગચાળાનો ખતરો છે.

Previous articleરાજીવ હત્યા કેસ : નલિનીને ૩૦ દિવસ માટે પેરોલ મળ્યા
Next articleકર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરાય તેવી સંભાવના