ગાંધીનગરના વાવોલમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો

580

શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહયો છે ત્યારે તસ્કરોએ શહેર નજીક આવેલા વાવોલમાં શાલ્વિક હોમ્સ વસાહતમાં બંધ મકાનને નિશાન બનાવી તેના તાળાં તોડયા હતા. સામાન અસ્તવ્યસ્ત કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ મોટો મુદ્દામાલ તસ્કરોને હાથ લાગ્યો  નહોતો.

આ સંદર્ભે સે-૭ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.  રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં અને આસપાસના  વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહયો છે તેમ છતાં તસ્કર અકીલા ટોળી પોલીસના હાથમાં આવતી નથી. ગઈકાલે જ શહેર નજીક આવેલા રાયસણ ગામમાં વેરાઈ માતાજી મંદિર ખાતે તસ્કરો ત્રાટકયા હતા અને ૧.૮૫ લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા.

Previous articleવાઘોડિયા પાસે ૧૪ દિવસમાં ૫ પશુના મારણ, વાઘ કે દીપડો વનવિભાગની ટીમ મૂંઝવણમાં
Next articleએસ.ટી. દ્વારા હવે પ્રિમીયમ સર્વીસ શરૃ  સ્લીપર કોચ-એસી-વોલ્વો બસનો સમાવેશ