છત્રાલ જીઆઈડીસીની બેંકમાં ત્રણ લુંટારુ દ્વારા સનસનાટીભરી લૂંટ

647

કલોલ તાલુકામાં છત્રાલ જીઆઇડીસીમાં આવેલી એક્સિસ બેંકમાં લૂંટનો બનાવ બન્યો છે. બાઈક પર આવેલા ત્રણ હિન્દી ભાષી શખ્સ ૧૦ મિનિટમાં ફાયરિંગ કરી ૪૩.૨૮ લાખની રોકડ અને મહિલા કર્મચારીનો સોનાનો ચેઈન લૂંટી ફરાર થઈ ગયા છે. આ દરમિયાન બેંકના સિક્યુરિટી ગાર્ડ પાસે કોઈપણ પ્રકારનું હથિયાર નહોતું. જેનો અર્થ આ લૂંટારૂઓ પણ જાણભેદુ હોવાની શક્યતા છે. ફાયરિંગમાં બેંકના કર્મચારીને પગમાં ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઘટનાને પગલે કલોલ તાલુકા પોલીસ અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો બેંક પર પહોંચી ગયો હતો. ત્યાર બાદ પોલીસે બેંક સીસીટીવી ફુટેજની તપાસ શરૂ કરી હતી. જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારુઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટનાને પગલે કલોલ તાલુકા પોલીસ, રેન્જ આઈજી અને DYSP સહિતનો પોલીસ કાફલો બેંક પર પહોંચી ગયો હતો. ત્યાર બાદ પોલીસે બેંક સીસીટીવી ફુટેજની તપાસ શરૂ કરી હતી. જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારુઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. લૂંટારુઓને પકડી પાડવા માટે મહેસાણાથી ટીમ બોલાવી છે અને કડી પોલીસને પણ બોલાવી છે. આ સિવાય રાજ્યની બીજી બ્રાન્ચોને પણ જાણ કરી છે. એફએસએલ અને એસઓજીની ટીમ તપાસ કરી રહી છે. સિક્યુરિટી ગાર્ડ પાસે કોઈ હથિયાર નહોતું, જેની આ લૂંટારુઓને ખબર હોય શકે છે.

Previous article૭ દિવસથી CCTV-સ્કેચ હોવા છતા સીરિયલ કિલરને પકડવા માટે SITના હવામાં ફાંફા
Next articleરાજ્યભરના પ્રાથમિક શિક્ષકો દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં