ગુજરાતનો પ્રથમ સૌર બસમથક પ્રોજેક્ટ પડતો મુકાયો

876
gandhi21122017-7.jpg

ગાંધીનગરને સૂર્ય ઉર્જાનગરી તરીકેની નવી ઓળખ આપવા માટે ગુજરાત ઉર્જાવિકાસ એજન્સી દ્વારા સોલાર સિટી પ્રોજેક્ટ હાથ ધરાયો છે. તે અંતર્ગત નવા અને જુના સચિવાલયની વચ્ચે આવેલા સીટી બસના પીકઅપ બસ સ્ટેન્ડને સોલાર બસ સ્ટેન્ડમાં ફેરવી દઇ રાજ્યમાં આ પ્રકારના પ્રથમ પ્રયોગમાં દરરોજ વીજળી ઉત્પન્ન કરીને તેનો ઉપયોગ સચિવાલયમાં કરવાનો હતો. પરંતુ આ યોજના આખરે પડતી મૂકી દેવાઇ છે. 
હવે વિજળીના ભાવ પણ વધી ગયા છે અને પ્રોજેક્ટનો ખર્ચ પણ વધે તેમ છે.એક વખતના હરિયાળા ગાંધીનગરને સોલાર સિટી બનાવવાની કલ્પના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છે. આ કલ્પનાને સાકાર કરવા ઉર્જા વિભાગ દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીને પ્રથમ તબક્કે જ ૫ કરોડ ફાળવાયા હતા. જેથી જેડા દ્વારા ંવૈકલ્પિક ઉર્જાસંબંધી અનેકવિધ પ્રોજેકટ હાથ ધરાયા હતાં. જેડાના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે પાટનગરમાં સૌર ઉર્જાસંબંધી હાથ ધરાતી દરેક યોજના પાછળ વીજળી ઉત્પન્ન કરીને આવક મેળવવાનો હેતુ નથી. પરંતુ આવા પ્રયોગોના સતત નિદર્શન દ્વારા લોકોમાં વૈકલ્પિક ઉર્જાના વપરાશ પ્રત્યે જાગૃતિ કેળવવાનો હેતુ હતો.
જૂના અને નવા સચિવાલય વચ્ચે પોઇન્ટના બસ સ્ટેન્ડથી રોજના હજ્જારો લોકોની અવરજવર રહે છે. તેથી પ્રથમ સોલાર બસ સ્ટેન્ડ માટે આ સ્થળની પસંદગી કરાઇ હતી. 
આ યોજનામાં માર્ગ અને મકાન વિભાગ તથા એસટી તંત્રને પણ જોડાયા હતાં. સોલાર પીકઅપ બસ સ્ટેન્ડની યોજનાને સરકારે મંજૂરી આપી દીધા પછી યોજના અંતર્ગત હાલના પીકઅપ બસ સ્ટેન્ડનું પાયાથી જ નવું બાંધકામ અને ફેબ્રીકેશન કરીને છ માસમાં કામગીરી પૂરી કરી દેવાની હતી.બાદ રોજ સોલાર બસ સ્ટેન્ડની છતને સોલાર પેનલોથી જડી દઇને તેમાંથી રોજની ૩૮૦ કિલો વોટ વીજળી ઉત્પન્ન કરવાની હતી. ૧ કિલો વોટ બરાબર ૪ યુનિટ વીજળી થાય છે. તે હિસાબે અહીં દરરોજ ૧૪૦૦થી ૧૫૦૦ યુનિટ વીજળી ઉત્પન્ન થવાની હતી. તે વખતના પ્રમાણે ૧ યુનિટના માત્ર ૪ ગણવામાં આવે તો રોજની ૬ હજારની કિંમતની વિજળી મળે તેમ હતી. તેને રાજ્ય સચિવાલયમાં જતી મુખ્ય વીજ પ્રવાહની લાઇનમાં ભેળવી દેવાની હતી.
આ પ્રોજેક્ટ પાછળ ૧૨ કરોડનો ખર્ચ અંદાજાયો હતો.જેમાં મોટો ખર્ચ થવાનો હોય તેવી યોજનાનો અમલ કરતા પહેલા શક્યતાદર્શિ અહેવાલ તૈયાર કરાય છે અને આર્થિક લાભનું પાસુ ધ્યાનમાં લેવાનું ના હોય તો પણ તેના અન્ય લાભાલાભ નજર સમક્ષ લેવાય છે. સોલર બસ સ્ટેન્ડની વાતે શક્યતાદર્શિ અહેવાલ તૈયાર કરાવાયો હતો. 

Previous articleદહેગામ ખાતે રોટરી કલબ દ્વારા માનસિક રોગનો કેમ્પ યોજાયો
Next articleપરિણામો બાદ હારજીતનું પોસ્ટમોર્ટમ બંન્ને પક્ષો કરી રહ્યા છે