સાબરકાંઠા જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુ ચેસ ટુર્નામેન્ટ યોજાઇ

606

“તાજેતરમાં રાષ્ટ્રીય અંધજન મંડળ ઇડર ખાતે ઓલ ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ અમદાવાદના તથા સંસ્થાના સયુંકત ઉપક્રમે ગત વર્ષે પાલનપુર, બનાસકાંઠા બાદ સાબરકાંઠામાં બીજી અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. કુલમળી ૩૫ પ્રજ્ઞાચક્ષુ પ્રતિનિધીએ આ ટુર્નામેન્ટમાં દિવસભર ભાગ લીધો હતો.

ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય  દ્વારા મમતા મંદિર સંકુલ પાલનપુરના આચાર્યશ્રી યતિનભાઈ જોષીના વરદ હસ્તે થયું. સ્પર્ધામાં કુલ પાંચ રાઉન્ડ ખેલાડીઓએ રમવાના હતા. સ્પર્ધાના આરબીટરો તરીકે પ્રજ્ઞાચક્ષુ દર્શન પંડ્યા તથા પ્રજ્ઞાચક્ષુ લવ પટેલે સેવાઓ આપી. સમૂહ પ્રાર્થના દ્વારા ઉદઘાટન તથા ઇનામ-વિતરણ કાર્યક્રમનો પ્રારંભ થયો.  વિરલભાઈ ત્રિવેદી અને  દિનેશભાઈ રાજપુરોહિતે સ્વાગત વ્યાખ્યાન આપ્યું. આ પ્રસંગે  લલીતભાઈ રામી, ગીરીશભાઈ શાહ,  પરેશભાઈ પટેલ,પંકજભાઈ શાહ, લાયન રાજુભાઈ અને મુકેશભાઈ પરમાર મુંબઈએ સ્પર્ધાને આર્થિક સહયોગ કર્યો હતો.

Previous articleપુલવામા હુમલોઃ ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાએ ઇમરાન ખાનની તસ્વીર ઢાંકી
Next articleહિંમતનગરના પાણપુર પાટીયા વિસ્તારના મુસ્લિમો ધ્વારા શહીદોને શ્રધ્ધાંજલી અપીૅ કેન્ડલ માચૅ યોજી