દહેગામમાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો

717

કલોલ તથા માણસા તાલુકામાંથી આરોગ્ય વિભાગે ડિગ્રી વિના પ્રેકટીસ કરતા બોગસ તબીબોને ઝડપી લેવાની કાર્યવાહી બાદ દહેગામ તાલુકાનું આરોગ્ય તંત્ર પણ સફાળુ જાગી ઉઠી ગુરૂવારે ત્રણ ટીમ બનાવી ગ્રામીણ વિસ્તારોમાં બોગસ તબીબને ઝડપી લેવાનું સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

શુક્રવારે સાંજે ઓપરેશન ચાલુ રાખતાં સાંપા ગામથી ડિગ્રી વિના દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરનાર જશવંત શ્રીમાળી નામના બોગસ તબીબને દવાઓ સાથે ઝડપી તેની વિરૂધ્ધ રખિયાલ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ધરપકડ કરી હતી. આ અંગેની વાત પ્રસરતા બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો હતો.દેવકરણના મુવાડાના મેડિકલ ઓફિસર ડૉ. ધર્મેશ પરીખ, કડાદરાના મેડિકલ ઓફિસર ડૉ. અનુજય પટેલ તેમજ આયુષ તબીબ અતુલ પંડયાની સંયુક્ત ટીમે સાંપા ગામમાંથી ડિગ્રી વિના દવાખાનું ખોલી પ્રેકટીસ કરતાં બોગસ તબીબ રખિયાલ રહેતા જશવંતભાઇ શ્રીમાળીને એલોપેથી દવાઓ અને ઇન્જેકશનના જથ્થા સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલ બોગસ તબીબ જશવંત સાંપા દવાખાનું ખોલી ઘણા સમયથી પ્રેકટીસ કરતો હતો. તેની પાસે આરોગ્ય વિભાગની ટીમે ડિગ્રી પ્રમાણપત્ર માંગતાં તેની પાસે મેડિકલ પ્રેકટીશનર એકટ મુજબ એલોપેથિ પ્રેકટીસની કોઇ માન્ય ડિગ્રી ન હતી, કે દવાખાનામાં બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની વ્યવસ્થા પણ ન હતી.

બોગસ તબીબને રખિયાલ પોલીસ મથકે લાવી તેની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. આ વાત પ્રસરતાં ડિગ્રી વિના પ્રેકટીસ કરતાં મુન્નાભાઇઓમાં ફફડાટ

Previous articleશહીદોના સન્માનમાં શહેરમાં શ્રદ્ધાંજલિ-કેન્ડલ માર્ચ કાર્યક્રમ
Next articleસે.૪માં કાર-ઓટો વોશિંગ પાસેથી દારૂનું ગોડાઉન પકડાયું