વલ્લભીપુર તાબેના મેવાસા ગામે લારીમાંથી જામફળ લેવા બાબતે બે શખ્સોએ પરપ્રાંતીય યુવાનને લાકડી વડે માર મારતાં યુવાનનુ મોત નીપજ્યુ હતું જે બનાવ અંગે પોલીસે એક આરોપીને જે તે દિવસે ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો જ્યારે અન્ય એક આરોપી જે નાસતો ફરતો તેને વલ્લભીપુર પોલીસે નારી ચોકડી પાસેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી છે.
તાઃ ૧૨/૧૨ના રોજ મેવાસા ગામની સીમ માં ચાલતા કેનાલ નાં કામ ઉપર બિહારી મજુર નિરાલારામ બીન્દેશ્વરરામ રામ ઉ.વ.૩૦ ને શાકભાજી વેચતા ભુપત ઉફે પ્રવિણ બચુભાઇ બોરાણા (રાવળ) તથા હિતેશ બાબુભાઇ મકવાણા રહે બન્ને મેવાસા તા. વલ્લભીપુર વાળાઓ એ માર મારતા લીંબડી સરકારી દવાખાને તાઃ ૧૫/૧૨નાં રોજ મરણ જતા વલ્લભીપુર પોલીસ સ્ટેશન માં ખૂન નો ગુન્હો તાઃ ૧૬/૧૨નાં રોજ દાખલ થયેલ અને આરોપી ભુપત ઉફે પ્રવિણ બચુભાઇ બોરાણા (રાવળ) ને તાઃ૧૬/૧૨નો રોજ અટક કરી જેલ હવાલે કરેલ છે અને એક આરોપી નાસ્તો હોય આ ખૂન નાં ગંભીર ગુન્હાને ધ્યાને લઇ પોલીસ અધિક્ષક એ તાત્કાલીક આરોપી અટક કરવાની સૂચના આપેલ હોય જે અન્વયે ઁજીૈં ટી.એસ. રીઝવી તથા પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ , અમીતભાઇ મકવાણા એ ભાવનગર , નારી ચોકડી થી મળેલ બાતમી આધારે આરોપી નીતેષ ઉફે હિતેશ બાબુભાઇ મકવાણા ઝડપી લઇ ધોરણસર અટક કરવામાં આવેલ.