લાભુભાઈ સોનાણી લિખીત પુસ્તક અંતર્ગત કાલે વકૃત્વ સ્પર્ધા યોજાશે

915
bvn21122017-2.jpg

રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લાશાખા દ્વારા તારીખ ૨૨ ડિસેમ્બર,૨૦૧૭ને શુક્રવારના રોજ કૃષ્મકુમારસિંહજી અંધ ઉયોગ શાળા, નવા ફિલ્ટર સામે, વિદ્યાનગર, ભાવનગર ખાતે લાભુભાઈ ટી. સોનાણી, લિખિત ‘જીવનનો ધબકાર મારી સ્મરણાયત્રા’ યોજવામાં આવેલ છે. આ સ્પર્ધામાં જે સ્પર્ધકોએ ભાગ લીધેલ છે તેઓ એ તેમના આચાર્ય અથવા માર્ગદર્શક સાથે સ્પર્ધા સ્થળે સવારે ૯-૦૦ કલાક સુધીમાં પહોચી જવાનું રહેશે. સ્પર્ધા દરમિયાન ભોજનની વ્યવસ્થા રાખેલ છે. કાર્યક્રમનાં અંતે પ્રથમ ત્રણ ક્રમે આવનાર સંસ્થાઓને ટ્રોફી તેમજ વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર અને ભાગલેનાર પ્રત્યેક સ્પર્ધકોને પ્રોત્સાહન સ્વરૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.

Previous articleપરિણામો બાદ હારજીતનું પોસ્ટમોર્ટમ બંન્ને પક્ષો કરી રહ્યા છે
Next articleવલ્લભીપુર મેવાસા ગામે જામફળ લેવા બાબતે પરપ્રાંતીયની હત્યા કરનાર બે શખ્સ ઝડપાયા