વાતાવરણમાં અચાનક પલટોઃ  આકાશમાં વાદળો ઘેરાતા ખેડુતોમાં ચિંતાનું મોજુ ફર્યુ

624

દેશમાં હવામાનમાં જોરદાર પલટો આવી રહ્યો છે. હવે વધુ ઠંડી પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી આવે તો નવાઈ નહીં સોમવારે  ઉત્તર ગુજરાતમાં હવામાનમાં જોરદાર પલટો આવી ગયો. કાળાડિબાંગ વાદળો છવાવાની સાથે ક્યાંક વરસાદી છાંટા પડ્યા હતા.

બનાસકાંઠાના વાતાવરણમાં ગતરાતથી પલ્ટો જોવા મળી રહ્યો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. દિયોદર, ભાભર, વાવ, થરાદ તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દિયોદર તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી છાંટા પણ પડ્યા છે. જેથી જો માવઠું પડે તો જીરું અને વરિયાળી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ છે. અચાનક વાતાવરણમાં પલટાના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. મહેસાણાના બહુચરાજી પંથકમાં પણ હવામાન પલટાયું છે. સવારથી વાદળછાયુ વાતાવરણ થવાના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

જાણીતા યાત્રાધામ અંબાજીમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. વરસાદી છાંટા પડતા ખેડૂતોને રવિપાકના નુકસાનની ચિંતા જોવા મળી રહી છે. બનાસકાંઠાના ભાભર પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મલી રહ્યો છે. વાદળછાયુ વાતાવરણ હોવાથી જીરુ, રાયડો, એરંડા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. શિયાળુ પાક તૈયાર થવાની આરે હોવાથી વાતાવરણથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાબરકાંઠાના પોશીનામાં વાતાવરણમાં નાટ્યાત્મક પલટો જોવા મળ્યો છે. આકાશમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે અને વરસાદના સામાન્ય છાંટા પણ પડ્યા છે.

આજરોજ વહેલી સવારે બનાસકાંઠાના થરાદ તાલુકાના લાખણી પંથકમાં વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. વાતાવરણે બદલેલા અચાનક મિજાજને પગલે આગામી દિવસોમાં માવઠું થવાની સંભાવના સેવાઇ હતી. જો કે, આ પ્રકારના વાતાવરણને પગલે રવી પાકને નુકસાન થવાની ભીંતિ સર્જાઇ છે.

ધામલવા, કોડીદ્રા, માથાસૂર્યા, માલજીનજવા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. મગફળી સહિતના પાકોને નુકશાન થયું છે. ખેડૂતોને પડયા માથે પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. અમરેલી સહિત ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો, અમરેલી સહિત ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલીના ઈશ્વરીયામાં ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું. અમરેલી શહેરમાં પણ પવન સાથે વરસાદી છાંટા પડ્યા.

કમોસમે કરા સાથે વરસાદ પડતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ થયો છે. એક તરફ વર્ષ માઠુ છે અને તેમાં પણ કરા સાથે વરસાદ પડતા પાકને મોટુ નુકસાન થયું છે. ખેડૂતો પાક લણવાની તૈયારીઓ કરતા હતા તે સમયે જ વરસાદ પડતા પાક ધૂળધાણી થયો છે.

કપાસ વીણવાની તૈયારી કરતો ખેડૂત હવે કપાસ પાણીમાં જવાથી દુખી છે. મગફળીના પાકનો પણ આવો જ ઘાટ છે. મગફળીના પાથરા ખેતરમાં પડ્યા છે, ત્યાં વરસાદ પડતા મગફળી પર પાણી ફરી વળ્યું છે.

તો તુવરે સહિતના ઉભા પાક પણ જમીનદોસ્ત થઈ ગયા છે. જેના કારણે ખેડૂતોનું સંપૂર્ણ વર્ષ ફેઈલ થયું છે. ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. એક તરફ ઓછા વરસાદના કારણે ઓછો પાક થયો તેવામાં હવે પાક હાથમાં વતા-આવતા ફરી કુદરત છીનવી ગયો.

Previous articleમાગ નહીં સ્વીકારાય તો ST નિગમનાં કર્મચારીઓની માસ CLની ચિમકી
Next articleરાજદ્રોહ કેસઃ લાંબા સમયથી ફરાર અલ્પેશ કથીરિયાની ધરપકડ