સરદારને લોખંડના ભંગાર સાથે સરખાવ્યાનો વિવાદઃ પરેશ ધાનાણી એક દિવસ માટે સસ્પેન્ડ

621

ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસીય સત્રના ત્રીજા દિવસે ગૂહમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના એક નિવેદન પર વિવાદ થયો હતો. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે લોખંડનો ભંગાર ભેગો કરી તેનો ભુક્કો કરીને તેમાંથી સરદારની પ્રતિમા બનાવી છે. ધાનાણીના આ નિવેદન સામે સરકારે વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામ-સામે આવી ગયા હતા.

વિધાનસભામાં ઉપ મુખ્યમંત્રી કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખર્ચ અને પ્રવાસીઓ વિશે જવાબ આપતા હતા ત્યારે કોંગ્રેસના લલિત વસોયા અને પ્રતાપ દૂધાત સરકાર વિરોધી ટિપ્પણી કરી હતી. આ સમયે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ તેમનો સભ્યોનો પક્ષ લેતા જણાવ્યું હતું કે, કેદી હંમેશા ટૂંકા પ્રવચન જેવા જવાબો રજૂ કરે છે.

સરદાર પટેલ ગૌરવ છે પરંતુ લોખંડી પુરુષને બંધારણમાં કેદ કર્યા છે. તેઓ વિધાન કરતા બંને પક્ષે દેકારો મચી ગયો હતો.

પરેશ ધાનાણીએ કરેલા શબ્દો પાછા ખેંચવાની ભાજપના સભ્યોએ જીદ કરી હતી. જોકે સામે કોંગ્રેસના સભ્યોએ પણ શબ્દો પરત નહી ખેંચવા સામે રાજકીય દલીલો કરતાં હતા.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધાનાણીને સસ્પેન્ડ કરતા વિપક્ષે સુત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું છે.

વિધાનસભામાં હોબાળા અંગે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન કર્યું હતું કે પ્રશ્નનો જવાબ આપવામાં નીતિન પટેલે ૧૫ મિનિટ લીધી હતી. સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવવા ભાજપે ગામડે ગામડેથી ભંગાર ઉઘરાવ્યો હતો એ ગોડાઉનમાં પડ્યો છે. સ્ટેચ્યુ ચાઇનાએ બનાવ્યું છે. પ્રતિમા બનાવવા ચીનનો સહારો લેવો પડ્યો છે. ભાજપે માફી મંગાવી જોઈએ ભાજપ અને મોદીએ સરદારનું અપમાન કર્યુ છે. ભાજપની રણનીતિ હતી કે આગળના પ્રશ્નોના જવાબ સરકારને આપવા ના પડે એટલે નીતિનભાઈએ ટૂંકો જવાબ આપવાનો બદલે ૧૫ મિનિટ બોલ્યા હતા.

જ્યારે અંગે આ પરેશ ધાનાણીએ કહ્યું કે, મારા શબ્દોથી સરદાર સાહેબનું અપમાન થતું હોય તો એક વાર નહીં પણ સો વાર માફી માગવા તૈયાર છું. સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ગૃહનું જ નહી પણ સમગ્ર ગુજરાતનું પણ અપમાન છે.  કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારએ અધ્યક્ષને આવા શબ્દ પ્રયોગને રેકોર્ડ પરથી દૂર કરવાની વાત કરી હતી.

Previous articleકન્યા છાત્રાલયમાં થોડી પણ કચાશ રાખશો તો અધિ.ઓને નહીં છોડું : મનસુખ વસાવા
Next articleકોંગ્રેસના ધારાસભ્યોએ જ કહ્યું પરેશ ભાઈએ ભૂલ કરીઃ નિતીન પટેલ