રાજયોગીની ઉષાદીદીની રાજયપાલ તથા મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે

903

થાઈલેન્ડમા આયોજિત ઘી ઇન્ટર નેશનલ કોન્ફરન્સ ઓફ આર્ટ ઍન્ડ કલચર નેટવર્ક ૨૦૧૯માં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય ,માઉન્ટ આબુના સિનિયર રાજયોગ શિક્ષિકા ને પ્રેરણાદાયી વક્તા રાજયોગીની ઉષા દીદીજી ને ગત ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ ધી પ્રિન્સેસ ઓફ ફિલિપાઈન્સ, ઘી ક્વીન મધર ઓફ ઘાના  તથા પ્રિન્સેસ ઓફ કંબોડીયા દ્વારા ’ફેમ ઓફ મોરલ એવૉર્ડ ૨૦૧૯ ’ થી સન્માનિત કરવામાં આવેલ.દીદીજી થાઇલેન્ડ થી સીધા ગાંધીનગર પધારતાં રાજભવનમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીજી સાથે તેમની શુભેચ્છા મુલાકાત ગોઠવવામાં આવેલ. આ મુલાકાત માં રાજ્યપાલખૂબ જ દિલ ચસ્પીથી સેવા સમાચાર સાંભળેલ અને ખુશીથી  ઉષાદીદી ને ગુજરાત તરફથી અભિનંદન  આપેલ. ગુજરાત વિધાનસભામાં મુખ્ય  મંત્રી  વિજય રૂપાણી સાથે પણ  શુભેચ્છા મુલાકાત ગોઠવેલ. મુલાકાત દરમ્યાન મુખ્ય મંત્રીએ રૂચિ પૂર્વક  થાઇલેંડના સમાચાર સાંભળેલ અને રાજયોગિની ઉષાદીદીજીને અભિનંદન સહ શુભેચ્છા પાઠવેલ. બ્રહ્માકુમારીઝ  વિધ્યાલય તરફથી   મુખ્ય મંંત્રીને  ઇશ્વરીય ભેટ સૌગાત અર્પણ કરવામાં આવેલ. ઉષાદીદી સાથે બ્રહ્માકુમારીઝ ગાંધીનગર સંચાલિકા રાજયોગીની કૈલાશદીદી, ચિલોડા સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.તારાબેન, બી.કે.વિજય ભાઈ, કેપિટલ ઓફસેટ્‌સ ગાંધીનગરના માલિક ભ્રાતા રમેશભાઈ પટેલ તથા બી.કે.ભરત શાહ  ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleકડક કાર્યવાહીના બગણાં ફૂંકતું તંત્રઃ એએમટીએસ બસથી રોજ એક અકસ્માત
Next articleયુનેસ્કો દ્વારા માન્ય વર્લ્ડ હેરિટેજ સીટીમાંથી ૧૯૩૦થી ૧૯૮૦ સુધીની વિન્ટેજ કાર્સની રેલીનો પ્રારંભ