વડાપ્રધાન ૪ માર્ચથી બે દિસના ગુજરાત પ્રવાસેઃ મેટ્રો ટ્રેનના ફેઝ-૧નું લોકાર્પણ કરશે

544

લોકસભા ચૂંટણીનાં પડઘમ એક તરફ સંભળાઇ રહ્યાં છે ત્યાં બીજી તરફ પ્રધાનમંત્રી મોદી તેમનાં ચૂંટણી પહેલાંનાં મહત્વપૂર્ણ ગુજરાત પ્રવાસે આવવાનાં છે. પ્રધાનમંત્રી મોદી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ ૪ અને ૫ માર્ચનાં રોજ ગુજરાત પ્રવાસે આવવાનાં છે.આ દરમિયાન તેઓ ગુજરાતમાં વિવિધ કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી મોદી અમદાવાદની સિવિલ હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે, તેમજ મેટ્રો ટ્રેનના ફેઝ-૧નું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત  ઁસ્ મોદી તેમનાં બે દિવસીય પ્રવાસમાં કડવા પટેલોની કુળદેવી ઉમિયા માતાનાં મંદિરનું ખાત મુહૂર્ત પણ કરશે. સાથે જ અહીં  વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવશે. અડાલજ પાસે લેઉવા પટેલની કુળદેવી અન્નપૂર્ણા માતાનાં મંદિર અને હોસ્ટેલનું લોકાર્પણ કરશે.

પીએમ મોદીનાં બે દિવસનાં ગુજરાત પ્રવાસની વિગતો મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે સાથે સાથે મેટ્રો ટ્રેનનું ફેઝ-૧નું લોકાર્પણ પણ કરશે. કડવા પટેલોના કુળદેવી ઉમિયા માતાના મંદિરનું ખાત મુહૂર્ત કરશે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મંદિરનું નિર્માણની જાહેરાત કરશે. અડાલજ પાસે લેઉવા પટેલના કુળદેવી અન્નપૂર્ણ માતાનું મંદિર અને હોસ્ટેલનું લોકાર્પણ કરશે.

જામનગર અને ભાવનગરનાં ડેઝિલિટેશન પ્લાન્ટનું ખાત મુહૂર્ત કરશે. સૌની યોજનાની પણ શરૂઆત કરાવશે. ખેડાના નડિયાદમાં ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ નું લોકાર્પણ કરશે. દક્ષિણ ગુજરાતમા પણ પીએમ મોદીનો પ્રવાસ. આદિવાસી વિસ્તારમાં તાપીમાં સિંચાઈ યોજનાની શરૂઆત કરાવશે.

પીએમ મોદી ગાંધીનગરમાં રાત્રી રોકાણ કરશે. રાત્રી રોકાણ દરમિયાન મુખ્ય આગેવાનો સાથે બેઠક પણ કરી શકે છે.  લોકસભાની ચૂંટણી બાબતે સમીક્ષા પણ કરી શકે છે.

Previous articleનીતિનભાઈ ઉવાચઃ સાહેબ, હું હસુ તો ય વાંધો ને કડક થાઉં તો ય વાંધો, હવે હું ક્યાં જાઉં ?
Next articleસૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો આતંકઃ ૧૨ કલાકમાં ૨ના અને ૫૩ દિવસમાં ૫૦નાં મોત