એલઆરડી પેપર લીકઃ વડગામથી મૌલિક પટેલની ધરપકડ

688

લોકરક્ષક દળ પેપર ફોડવાના ગુનામાં ગાંધીનગર પોલીસે ત્રીજા મહિને વધુ એક આરોપીની અટકાયત કરી છે. ધનસુરા તાલુકાના વડાગામનો મૌલિક પટેલને ગાંધીનગર પોલીસે પકડી પાડ્યો છે. તે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલો છે. પોલીસ તેની વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસની ટીમે (૨ જાન્યુઆરીએ) ૩ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત પોલીસને દહીયા ગેંગના ત્રણેય સભ્યોને પકડવામાં એક મહિના બાદ સફળતા મળી હતી.  ત્રણેય આરોપીઓને પ્રિન્ટિંગ પ્રેસમાં હરિયાણા પોલીસ સેવાનું પેપર લેવા ગયાને ભુલથી ગુજરાત લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર હાથે લાગ્યું હતું.

પેપરલીક કૌભાંડનું કાવતરું અમદાવાદની વાઈસ પ્રેસિડન્ટ હોટલમાં ઘડાયું હતું. અહીં ગુજરાત અને દિલ્હીની ગેંગ વચ્ચે ૨૮ ડિસેમ્બરે મિટિંગ મળી હતી. હોટલનો રૂમ નિલેશ ચૌહાણના નામે બુક કરવામાં આવ્યો હતો.

Previous articleઆધુનિક સુવિધાયુક્ત શહેરો એ જનસુખાકારીની પારાશીશી છે : રૂપાણી
Next articleઅંબાજી મંદિરના ભંડારામાં મુંબઈના ભક્તે કર્યું ૨૧ લાખનું ગુપ્તદાન