કરાર આધારીત બાંધકામ ઈજનેર ૬૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

857

વલ્લભીપુર ખાતે શીવાલય બિલ્ડર્સ દ્વારા બનાવવાના બંગલોનાં કામમાં ૫૦ બંગલાનાં પ્લાન પાસ કરવા માટે વલ્લભીપુર ન.પા.નાં કરાર આધારિત બાંધકામ એન્જીનીયર  હાર્દિક મનજીભાઈ પટેલે રૂા.૨.૯૦લાખની લાંચ માંગેલી જે પૈકી અગાઉ બે હપ્તામાં સવા બે લાખ લઈ લીધેલા અને છેલ્લા બાકીનાં ૬૫ હજાર આજે બાવનગર ખાતે હીમાલીયા મોલ પાસે સ્વિકારતા એસીબીનાં છટકામાં રંગેહાથ ઝડપાઈ જવા પામેલ એસીબી સ્ટાફે તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ.

આ કામના ફરીયાદી વલ્લભીપુરમા શીવાલય બીલ્ડર્સની પેઢી થી મકાનો/દુકાનોનુ બાંધકામ કરતા હોય અને શીવાલય બંગ્લોઝ નામની સ્કીમમા ૫૦ બંગ્લાનું બાંધ કામ ચાલુ હોય જે મકાનના બાંધકામના પ્લાન મંજુર કરવા એક મકાનના પ્લાનના સરકારી ફી મુજબ રૂ.૪૦૦ થી ૫૦૦ થાય છે પરંતુ આરોપીએ ફરીયાદી પાસે એક મકાનનો પ્લાન પાસ કરવાના રૂ.૭૫૦૦/- લેખે કુલ રૂ.૩,૭૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જે રકઝક ના અંતે રૂ.૨,૯૦,૦૦૦/-   આપવાના નક્કી થયેલ જે પૈકી રૂ.૨,૨૫,૦૦૦/- બે હપ્તે આપી દીધેલ હોય અને બાકીના રૂ.૫૦,૦૦૦/- મકાન પ્લાન પાસ કરવાના તથા રૂ.૧૫,૦૦૦/- દુકાનોના પ્લાન પાસ કરાવાના મળી કુલ રૂ.૬૫,૦૦૦/- ની લાંચની માંગણી કરતા જે ફરીયાદી લાંચના રૂ.૬૫,૦૦૦/- આપવા માગતા ન હોય જેથી આ કામના ફરીયાદીએ એ.સી.બી.પો.સ્ટે. ભાવનગરનો સંપર્ક કરતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપી લાંચની રકમ સ્વીકારી રંગે હાથ ઝડપાઈ ગયેલ. ટ્રેપ કરનાર અધિકારી ઝેડ. જી.ચૌહાણ. (પી.આઇ.), રાજેન્દ્રસિંહ રાણા, દિવ્યરાજસિંહ ગોહિલ, મહિપતસિંહ ગોહિલ, માલાભાઈ ભરવાડ, ડી.કે બારૈયા, કમલેશભાઈ વાઘેલા સહિતના સ્ટાફ જોડાયા હતા.

Previous articleવિશ્વ હિન્દુ પરિષદ  દ્વારા કારસેવકોને શ્રધ્ધાંજલિ
Next articleઈસરો અને મોટી વાવડીનાં વૃધ્ધોનાં ભાવ. હોસ્પિ.માં સ્વાઈન ફલુથી મોત