૧૨૦૦ પેટી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું : ચાલકની અટકાયત કરાઇ

1248

રાજકોટ રેન્જ આઇજીની ટીમે બાતમીના આધારે હળવદ નજીક કન્ટેનરમાં છાપો મારતાં કન્ટેનર માં અંદાજે ૧ર૦૦થી વધુ પેટી ઇંગ્લિશ દારૂ સહિત ૭૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કન્ટેનર ચાલકની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.

હળવદ-માળિયા હાઈવે રોડ પર હોટલ હિારદર્શન સામે દારૂ ભરેલ કન્ટેનર અમદાવાદથી કચ્છ તરફ જતું હોવાનીં બાતમી રાજકોટ આર.આર. સેલને મળતાં રાજકોટ રેન્જના આઈજી સંદીપ સિંહની સૂચનાથી આર. આર. સેલના પી.એસ.આઈ તથા ટીમે પાકી બાતમીના આધારે બપોરના સમયે વોચ રાખી હોટલ હિરદર્શન સામે હાઈવે મહારાષ્ટ્ર પાસિંગનું કન્ટેનર લાલ કલરનું મા?હિતી મુજબનું પસાર થતાં કન્ટેનર આંતરી તલાશી લેતાં અંદાજે ૧૨૦૦ પેટીથી વધુ વિદેશી શરાબની જુદી-જુદી બ્રાન્ડની બોટલ અને કન્ટેનર સહિત એક આરોપીને ઝડપી લીધો છે.

આર.આર. સેલની ટીમે કન્ટેનર ઝડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કન્ટેનર ચાલકને ઝડપીને આટલો મોટો વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, ક્યાં-કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

Previous articleકરજણ પોર પાસે હાઇવે પર અકસ્માત : બે યુવકોનાં મોત
Next articleરાજયમાં આંતરિક અને સરહદી સુરક્ષા વધારાઈ : દરિયામાં સતર્કતા