ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય ઉત્તર અને કચ્છમાં માવઠાંની આગાહી

799

રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવવાની આગાહી હવામાન ખાતાએ કરી છે, સાથે જ માવઠું પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આગામી ૩ માર્ચથી લઇને ૪-૫ માર્ચ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવશે, હવામાન ખાતાએ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે સાઇક્લોનિક સિસ્ટમ સર્જાઇ છે, આ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે. ખાસ કરીને કચ્છમાં વરસાદ પડવાની પ્રબળ શક્યતાઓ છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે ૩ માર્ચથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. ત્યારબાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે જેના કારણે ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધી શકે છે. હવામાન ખાતા તરફથી ઉનાળાની શરૂઆત એટલે કે ગરમી અંગે કોઇ આગાહી કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, હવામાનના પલટા બાદ ઉત્તર ગુજરાતમાં અને રાજયના કેટલાંક વિસ્તારોમાં માવઠાથી પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ઘઉ અને શાકભાજી તેમજ જીરા જેવા પાકમાં મોટાપાયે નુકશાન થવાની શકયતા છે.

Previous articleદેવભૂમિ દ્વારકા અને ખંભાળિયા વચ્ચે એરસ્ટ્રીપ બનાવવાની જાહેરાત
Next articleએર સ્ટ્રાઈક : પ્રિ. વોર કે આભાસી ડર