અમદાવાદથી પસાર થતી ૧૪ ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે

681

પશ્ચિમ રેલવે દ્વારા માર્ચ માસમાં અમદાવાદથી પસાર થતી ૧૪ ટ્રેનોમાં વધારાના કોચ જોડવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. લાંબા વેઇટીંગ લિસ્ટ અને મુસાફરોની માંગણીને ધ્યાને લઇને આ નિર્ણય લેવાયો છે.

પોરબંદર-હાવડા, બાન્દ્રા-જમ્મુતવી વિવેક એક્સપ્રેસ, દિલ્હી સરાય રોહિલ્લા-બાન્દ્રા ટર્મિનસ, ભાવનગર-બાન્દ્રા ટર્મિનસ, બાન્દ્રા-જામનગર, ભુજ-દાદર, ભુજ-બાન્દ્રા એક્સપ્રેસમાં એક થર્ડ એસી કોચ જોડાશે.

આ ઉપરાંત ભાવનગર-કોચુવેલી, ઓખા-તૂતીકોરીન, ઓખા-વારાણસી, ઓખા-જયપુર, બાન્દ્રા-પાલીતાણા, બાન્દ્રા-હિસાર અને બાન્દ્રા-જેસલમેર એક્સપ્રેસમાં પણ માર્ચ માસ દરમિયાન એક થર્ડ એસી કોચ જોડવામાં આવનાર છે.

ઉત્તર રેલવેમાં દિલ્હી વિભાગમાં દિલ્હી-ગાજીયાબાદ-સહારનપુર રેલવે ટ્રેક પર ટ્રેક ડબલીંગનું કામ ચાલી રહ્યું છે. જેને લઇને ૮ માર્ચની ૧૯૫૬૫ ઓખા-દહેરાદુન ઉત્તરાંચલ એક્સપ્રેસને વાયા દિલ્હી-દિલ્હી શાહદરા-શામલી જંક્શન થઇને ચાલશે.

પરતમાં ૧૦ માર્ચની ૧૯૫૬૬ દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસને વાયા ટાપરી જં., શામલી-એ પનેલ-બી પનેલ-તિલક બ્રિજ-ન્યુ દિલ્હી થઇને દોડાવાશે.

Previous articleપીઢ ભાજપી નારણ પટેલ અને શંકરસિંહ વાઘેલાની ડીનર ડિપ્લોમસીઃવાતાવરણ ગરમાયુ
Next articleઉનાળાની શરૂઆત પહેલા નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો, જળસંકટના ભણકારા