લાશો ગણવી અમારૂં કામ નહીંઃ ધનોઆ

522

કોઇમ્બતૂર : પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર વાયુસેના પ્રમુખ એર માર્શલ બી.એસ. ધનોઆએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોઇમ્બતુરમાં મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, વાયુસેનાનું કામ ટાર્ગેટને હીટ કરવાનું છું, અમે તે કર્યો. તેનાથી કેટલા આતંકી મર્યા તે ગણવાનું કામ અમારું નથી. ધનોઆએ કહ્યું હતું કે, વાયુસેનાને ફક્ત ટાર્ગેટ મળે છે, જેને અમે હીટ કરીએ છીએ. અમે તમને એ ન જણાવી શકીએ કે અંદર કેટલા લોકો હાજર હતા. તેમણે કહ્યું હતું કે, બાલાકોટ એર સ્ટ્રાઇકમાં મરનારાઓની સંખ્યા સરકાર જણાવશે. આતંકીઓ વિરુદ્ધ હજુ અમારું ઓપરેશન પૂરું નથી થયું. મિગ ૨૧ના ઉપયોગ કરવા પર તેમણે કહ્યું હતું કે, જ્યારે આવી સ્થિતિ આવે છે, ત્યારે દરેક પ્રકારના લડાકૂ વિમાનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લાન ઓપરેશન નહોતું. પાકિસ્તાનમાં અમે પ્લાન ઓપરેશનમાં આનો ઉપયોગ નહોતો કર્યો. વાયુસેના ચીફે કહ્યું હતું કે, જો અમે જંગલમાં બોમ્બ ફોડ્યા હોય તો પાકિસ્તાને રિસ્પોન્સ કેમ કર્યું.

Previous articleજૈશના કેમ્પમાં ૩૦૦ આતંકીઓ હાજર હતાં
Next articleઆતંકી મારવા ગયાં હતાં કે ઝાડ પાડવા? ચૂંટણીમાં ફાયદા માટે કરી એર સ્ટ્રાઇક?ઃ સિદ્ધુ