તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટે ૨ વર્ષ અને ૯ મહિનાની સજા ફટકારી છે

642

કોર્ટે સજા ફટકારતા હવે ભાગવાન બારડને વિધાન સભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભગવાન બારડને સસ્પેન્ડ કર્યા છે.

મહત્વનું છે કે, ૧૯૯૫માં ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરીમાં દોષી ઠરતા ભગવાન બારડને સજા ફટકારવામાં આવી. તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડા કોર્ટે ૨ વર્ષ ૯ મહિનાની સજા ફટકારી છે. કોર્ટમાં દોષિત સાબિત થતા વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યને પદ પરથી સસ્પેન્ડ કર્યા છે.

ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડા કોર્ટે ૨ વર્ષ ૯ મહિનાની સજા ફટકારી છે. ખનીજ ચોરીના કેસમાં સૂત્રાપાડા કોર્ટે ભગવાન બારડને સજા ફટકારી છે. ભગવાન બારડ પર આરોપ હતો કે ૧૯૯૫માં તેમણે ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરી હતી.

સમગ્ર અહેવાલ પર નજર કરીએ તો, ૧૯૯૫માં તેમણે ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરી હતી. સુત્રાપાડાની સરકારી ગોચર જમીન માંથી ૨.૮૩ કરોડની ખનીજ ચોરી કરી હતી ત્યારે આ આરોપ મામલે ધણા સમયથી સુત્રાપાડા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.

આજે સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફાર્સ્ટ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ગૌચર જમીન માંથી ખનીજ ચોરી માટે કસુરવાર ઠેરવ્યા છે અને કોર્ટે આ ધારાસભ્યને ૨ વર્ષ ૯ મહિનાની સજા ફટકારી છે. આ ઉપરાંત ૨૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.  તમને જણાવી દઇએ કે, વિધાનસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય  ગોવિંદભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યા રે કોંગ્રેસ પક્ષે પોતાની બેઠક જાળવી રાખવા સ્વપ.જશુભાઈ બારડના સગાભાઈ અને પૂર્વ ધારાસભ્યં ભગવાનભાઈ બારડને ટિકીટ આપી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં ભગવાન ભાઈ બારડનો વિજય થયો હતો.  કોંગ્રેસ પક્ષે પોતાની આ બેઠક જાળવી રાખવા સ્વભ.જશુભાઈ બારડના ભાઈને જ ટિકીટ આપી કોંગ્રેસનો ગઢ સાચવી રાખવાના પ્રયાસ કર્યો હતો. જ્યાીરે બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભૂતપૂર્વ ધારાસભ્યે ગોવિંદભાઈ પરમારને ટિકીટ આપી હતી.

Previous articleધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષા, સીસીટીવી સામે જ પેપર ખોલાશે
Next articleશિવરાત્રીના મેળામાં ૧૫થી વધુ લોકોનાં ખિસ્સાં કપાયાં