અલ્પેશ ઠાકોરે ના છોડ્યો કોંગેસનો ‘હાથ’ સત્તા વગર ચાલશે પણ સન્માન વગર નહીં

877

થોડા સમયથી અલ્પેશ ઠાકોરનાં નામથી જ ગુજરાતનાં રાજકારણમાં ઘણો ગરમાવો ચાલી રહ્યો હતો. જેની પર આજે અલ્પેશ ઠાકોરે ’ધી એન્ડ’ મુકી દીધો છે. અલ્પેશ ઠાકોરે આ અંગે ખુલાસા કરવા માટે પ્રેસ કોન્ફરન્સમાં કરી છે.

કોંગ્રેસ સાથે નારાજગીની વાત કરતાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, ’મારી નારાજગી કોંગ્રેસ સાથે છે તેને નકારી નથી શકતો. સત્તા બધાને સારી લાગે છે. જેનાથી હું મારા લોકો માટે બધુ કરી શકું. મંત્રી બનવાનું બધાને સારૂં લાગે. હું આજે સફાઇથી વાત કરવા આવ્યો છું. જો મારા મગજમાં હતું અને અમે જે વિચારી રહ્યાં હતાં તે હું કહીશ. મારા લોકો પાસે શિક્ષણ ની, ગરીબી છે, રોજગારી નથી, મકાનો નથી. એટલે મારા વર્ગનાં દરેક ક્ષેત્રમાં કામ કરવું પડશે. જે સરકાર ૨૪ કલાક આ લોકોનાં વિકાસની વાત કરે.’

તેમણે પત્નીને રાજકારણમાં આવવા પર કહ્યું કે, ’મારી પત્ની રાજકારણમાં નહીં આવે. તે મારા પરિવારની સેવા કરશે. મારી પત્ની, પરિવાર રાજનીતિમાં નહીં આવે.

સત્તા અંગે જણાવતા કહ્યું કે, ’મેં મંત્રી બનવાનું વિચાર્યું હતું. પરંતુ મને તેવી સત્તા નથી જોઇતી જે મારા ગરીબો માટે કંઇ ન કરે. જ્યારે મેં વિચાર્યું કે હું મંત્રી બની જઉં ત્યારે મારા મનમાં બીજો પ્રશ્ન આવ્યો કે ૨૫ લાખથી વધારે લોકોએ મારા લોકએ જનાદેશ આપીને કહ્યું હતું કે તારે કોંગ્રેસમાં જવાનું છે.

હું સત્તા વગર રહી શકું છું પરંતુ સન્માન વગર નથી રહી શકું. લોકોએ કહ્યું કે સંઘર્ષ કરવો પડશે તો પણ અમે તારી સાથે જ છીએ.’અલ્પેશ ઠાકોરએ કહ્યું કે ’અમે સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો છે ભલે આજે સત્તા નથી પરંતુ અમે લડીશું. હું હવે કોંગ્રેસ પાર્ટી સાથે જ રહીશ અને તેનું જ સમર્થન કરીશું. હવે કોઇ નહીં કહી શકે હું વેચાઇ ગયો કે મને લાલચ છે. જો મારા લોકો કહેશે કે તારે માત્ર ઠાકોર સેના જ ચલાવવાની છે તો હું એવું જ કરીશ. ધવલસિંહ ઝાલા પણ રાજીનામું નહીં આપે.’

અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ’લોકસભાની ચૂંટણી નથી લડી રહ્યો મારી કોઇ જ ઇચ્છા નથી. મારે મારા ગુજરાતનાં ભાઇબહેનો માટે જ કામ કરવું છે. મને કોઇ જ રાષ્ટ્રિય પદની લાલસા નથી.’

મહત્વનું છે કે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમના સમર્થક બે ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી રાજકીય અફવા ફેલાઇ હતી. આ ઘટના બાદ ગઇકાલે શુક્રવારે અલ્પેશને હાઇકમાન્ડનુ તેડુ આવતાં ત્રણેય ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હતાં.  બીજી તરફ સૂત્રોનું માનીએ તો ગઇકાલે જ મોડી રાતે અલ્પેશ ઠાકોરે ભાજપના કદાવર નેતા સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગ મોડી રાત્રે જી.ય્ હાઇવે પર થઇ હોવાનું જાણવા મળે છે. આ બેઠકમાં અલ્પેશ, મ્ત્નઁના નેતા સાથે શહેરના એક જાણીતા ઉદ્યોગપતિ પણ હોવાની ચર્ચા વહેતી થઇ છે. આજનો દિવસ અલ્પેશ ઠાકોર માટે મહત્વનો છે કારણ કે તે પોતાની આગામી રણનીતિ જાહેર કરવાનો છે.

Previous articleરાજયમાં ઠંડીની વિદાઈ, ગરમીનો પ્રારંભ
Next articleપાંચ વર્ષમાં ત્રણ વખત એર સ્ટ્રાઈક કરાઈ છે : રાજનાથ