સામાજિક પ્રશ્નો અને પડતર માંગણીઓ સંદર્ભે દે.પૂ. સમાજ ના આગેવાનોના દિલ્હીમા ધામા

699

રાજ્ય વિરાટ દેવિપુજક સંઘ ના પ્રદેશ હોદ્દેદારો અને કારોબારી સભ્યો તાજેતરમાં દેવિપુજક સમાજ ની પડતર માંગણી ઓ સંદર્ભે ચર્ચા અને રજુઆત માટે કેન્દ્રીય ક્રૃષિમંત્રી પુરૂષોત્તમ રૂપાલા તથા રોહિણી કમીશન ના અધ્યક્ષ ભુપેન્દ્રસિંહ યાદવ ને દિલ્હી ખાતે તેમના નિવાસસ્થાને મળી ને વિગતવાર ચર્ચા કરી હતી.

ગુજરાત રાજ્યમાં વિચરતી અને વિમુક્ત જાતિ મા સમાવિષ્ટ દેવિપુજક સમાજ વિમુક્ત જાતિ તરીકે ઘોષિત કરવામાં આવી છે. દેશના અન્ય રાજ્યો ની તુલનાએ ગુજરાતમાં શિક્ષણ, સરકારી સેવા અને સત્તા મા ભાગીદારી થી વિમુક્ત જાતિ ને મુક્ત રાખી ભારોભાર અન્યાય થઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં મા રાજ્ય વિરાટ દેવિપુજક સંઘ ના પ્રમુખ  રૂપસંગભાઈ ભરભીડિયા, દક્ષિણ ગુજરાત ઝોન અને પ્રદેશ મહામંત્રી સુરેશભાઈ વાઘેલા ઉત્તર ગુજરાત ઝોન અને પ્રદેશ ઉપપ્રમુખ નરોત્તમભાઈ  વાઘેલા તેમજ સૌરાષ્ટ્ર માથી અશોકભાઈ ખાવડીવાળાએ દેવિપુજક સમાજ ને ગુજરાત મા થતાં અન્યાય અને ઉપેક્ષા  થી કેન્દ્રીય નેતાગીરી ને સુમાહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે દેવિપુજક સમાજ ના આગેવાનો એ આવેદનપત્ર આપી અન્ય પછાત વર્ગ મા સમાવિષ્ટ દેવિપુજક અને વિચરતી વિમુક્ત જાતિ વર્ગ વિભાજન ના કેન્દ્ર સરકાર ના નિર્ણય ને આવકારી ને ઓબીસી વર્ગમાં વિચરતી વિમુક્ત જાતિ માટે ૧૧% અલગ વિભાજન કરી શિક્ષણ, સેવા અને સત્તા મા અનામત ની માંગણી ને દોહરાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭ ની વિધાનસભા ચુંટણી સમયે ભા.જ.પ સરકારે ઉપરોકત તમામ માંગણીઓ નો પ્રદેશ કાર્યાલય કમલમ્‌ ખાતે સ્વીકાર કરી યોગ્ય કરવાની ખાતરી આપી હતી જે અંગે કોઈ નિર્ણય નહીં આવતા રોષ અને ઠગાઈ ની લાગણી જન્મી છે.

Previous articleરાણપુરમાં મહાત્મા ગાંધીજીને ભાવાંજલી
Next articleરાજુલાના કેશરીનંદન હનુમાનજી મંદિરે લક્ષ્મીનારાયણનો ૧૦મો પાટોત્સવ યોજાયો