સાહિત્યક પરિસંવાદ સાથે ૪ પુસ્તકોનું લોકાર્પણ કરાયું

609

ગાંધીનગર સાહિત્ય સભા દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી ગુજરાતી નવલકથાના ૧૫૦ વર્ષ વિષયક પરિસંવાદનો કાર્યક્રમ તાજેતરમાં યુથ હોસ્ટેલ, સેક્ટર-૧૬માં યોજાયો હતો. જેમાં કવિ રમેશ ઠક્કર, સાહિત્ય સભાના અધ્યક્ષ નટવર હેડાઉ, ઉપાધ્યક્ષ સંજય થોરાત, ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાની ઉપસ્થિતિમાં નવલકથાકાર કલ્પેશ પટેલ, ગાંધીનગરના નવલકથાના લેખકોની રસપ્રદ માહિતી આપી હતી.

આ પ્રસંગે ભરત કવિની સરવાણી શબદની, ગુલાબચંદ પટેલનની પ્રેમની શોધ, ભીખુકવિના સ્મરણનો ફેરો અને રણછોડ પરમારના જય પશુપતિનાથા પુસ્તકોનું લોકાર્પણ કરાયું હતું.

Previous articleBJPના રાષ્ટ્રવાદના બેનરતળે નવા કાર્યકરોના ફોર્મમાં જાતિનું કોલમ આપતા હોબાળો
Next articleઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વખતે જ મધ્યપ્રદેશ અને કર્ણાટકના રાજ્યપાલના ગુજરાતમાં ધામા