પર્રિકરની તબિયત સ્થિર છેઃ મુખ્યમંત્રી ઓફિસે અફવાઓને રદિયો આપ્યો

464

લાંબા સમયથી બીમાર ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર પોતાના કાર્યાલયના માધ્યમથી લોકોની વચ્ચે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે તેમની તબિયત સ્થિર છે, મુખ્યમંત્રી કાર્યાલયરે ટ્‌વીટર પર કહ્યું, ’મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોના અનુસંધાનમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે માનનીય મુખ્ય મંત્રીની તબિયત સ્થિર છે. પેંક્રિયાના કેન્સરથી પીડિત ૬૩ વર્ષના પારિકર ૩૧મી જાન્યુઆરીએ ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (છૈૈંંસ્જી)માં ભરતી કરાવવામાં આવ્યા હતા. તાજેતરમાંજ બીમાર મુખ્યમંત્રીએ ૩ માર્ચના રોજ ગોવામાં મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ચેકઅપ માટે ભરતી કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં જીએમસીએચમાં પર્રિકરનું એક ઑપરેશન પણ થયું હતું. વિપક્ષે જણાવ્યું હતું કે પર્રિકરને તેમની બિમારીયોના કારણે ફરજ મુક્ત કરવામાં આવે. જોકે, ગોવાના વિજળી મંત્રી નરેશ કૈબરલે ગુરૂવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

કે પારિકર આગામી ચૂંટણી અભિયાનમાં ગોવાના માર્ગદર્શક બની રહેશે.

સત્તાધારી ભાજપે પારિકરની સ્થિતિ વિશે અફવાઓ ન પ્રસરાય તે માટે પ્રયાસ કર્યા હતા. તેઓ મેડિકલ પૈરાફર્નેલિયા પહેરીને અનેક વાર સામે આવ્યા છે.

Previous articleશિવસેના-ભાજપનું ગઠબંધન ફેવિકોલનું જોડાણ છેઃ ફડણવીસ
Next articleજીએસટી મોદીની ભયંકર ભૂલ,હું તેમના વતી માફી માગું છુંઃ રાહુલ