જીએસટી મોદીની ભયંકર ભૂલ,હું તેમના વતી માફી માગું છુંઃ રાહુલ

494

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તરાખંડની રાજધાન દેહરાદૂનમાં જનસભાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ ડીલથી લઇ જીએસટી અને કિસાન સમ્માન નિધિ યોજના પર પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જીએસટીથી વેપારીઓને નુકસાન પહોંચ્યાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પીએમ મોદીની આ ભયંકર ભૂલ માટે હું તમારી પાસે તેમની તરફથી માફી માંગું છું.

જીએસટીથી વેપારીઓને થતા નુકસાનનો હવાલો આપતા રાહુલ ગાંધી એ કહ્યું કે અમે ગબ્બર સિંહ ટેક્સને સાચ્ચે જ જીએસટીમાં બદલીશું, જેમાં એક સાધારણ ટેક્સ હશે. રાહુલે વેપારીઓને સંબોધિત કરતાં કહ્યું કે જીએસટીથી તેમને જે નુકસાન થયું અને જે કષ્ટ થયું છે તેના માટે હું તમારી નરેન્દ્ર મોદીની તરફથી માફી માંગું છું. તેમણે ભયંકર ભૂલ કરી છે અને અમે આ ભૂલને સાચી કરીશું.

પીએમ ખેડૂત સન્માન નિધિ યોજનાની જાહેરાત કરતા સમયે પણ રાહુલે પીએમને ઘેર્યા હતા. રાહુલે નાણામંત્રીના રૂપમાં પિયૂષ ગોયેલના બજેટ ભાષણ પર કહ્યું કે, સાંસદમાં પાંચ મિનીટ સુધી તમામ બીજેપી સાંસદોએ પીએમ મોદીની સામે જોઈને તાળીઓનો ગળગળાટ કર્યો હતો.

રાહુલે કહ્યું કે, મેં ખડગેજીને પૂછ્યું કે આ લોકો તાળીઓ કેમ પાડે છે. તેમને જણાવ્યું કે ભારતનાં ખેડૂતને પ્રતિદિન ત્રણ રૂપિયા આપવાનો નિર્ણય લેવામા આવ્યો છે.

૪.રાહુલે કહ્યું કે, આ જાહેરાત સાંભળીને ભાજપના તમામ સાંસદોએ પીએમ મોદી તરફ જોઈને તાળીઓ પાડી. શરમ આવવી જોઈએ આપ સૌને. એક ચોરને તમે ૩૦ કરોડ રૂપિયા આપો છો અને ભારતના ખેડૂતને તમે એક દિવસના ફક્ત સાડા ત્રણ રૂપિયા જ આપીને મજાક બનાવીને તાળીઓ પાડો છો.

૫.આટલુ જ નહી રાહુલ ગાંધીએ નીરવ મોદી અને લલિત મોદીનું ઉદાહરણ આપીને કહ્યું કે, તમામ ચોરોના નામ મોદી જ કેમ હોય છે. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદી ભારતની બેન્કોનાં પૈસા મૌદીઓનાં હવાલે કરી દીધા છે.

આની પહેલાં જનસભાની શરૂઆતમાં રાહુલ ગાંધી એ કહ્યું કે ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પર આવી મને ખૂબ ખુશી થઇ રહી છે. સેનામાં ઉત્તરાખંડની જે ભાગીદારી છે, આખું હિન્દુસ્તાન તેનું દિલથી સ્વાગત કરે છે. પુલવામામાં સીઆરપીએફના સૈનિક શહીદ થયા. પુલવામા બ્લાસ્ટ બાદ અમે તરત કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પૂરા દમની સાથે સરકાર અને દેશની સાથે ઉભી છે. પરંતુ એ સમયે વડાપ્રધાન કોર્બટ પાર્કમાં વીડિયો શુટમાં લાગ્યા હતા.

રાહુલ ગાંધીએ રેલીને સંબોધતા વધુમાં કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ સાંસદ બીસી ખંડુરીના વખાણ કરતાં વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે બીસી ખંડુરી ડિફેન્સ સાથે જોડાયેલી સંસદીય કમિટીના ચેરમેન હતા પરંતુ સાચું બોલતા તેમને હટાવી દીધા. આપને જણાવી દઇએ કે બીસી ખંડૂરીના દીકરા મનીષ ખંડુરી રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થઇ ગયા.

રાહુલ ગાંધી એ દેહરાદૂનની રેલીમાં ચોકીદાર ચોર હૈ ના નારા પણ લગાવ્યા. તેમણે કહ્યું કે ચાર વર્ષમાં અચ્છે દિન આવશેથી ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા.

Previous articleપર્રિકરની તબિયત સ્થિર છેઃ મુખ્યમંત્રી ઓફિસે અફવાઓને રદિયો આપ્યો
Next article૨૦૧૪ના ‘ચાવાળા’ મોદી ૨૦૧૯માં બન્યા ‘ચોકીદાર’