મહેસુલ મંત્રી કૌશિક પટેલને હાર્ટની તકલીફઃ બ્રીચકેન્ડીમાં બાયપાસ કરાશે

649

એક મહિના પહેલા ન્યુમોનિયા થતાં કૌશિક પટેલને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેમની એન્જિયોગ્રાફી કરાઈ. ગુજરાત સરકારમાં મહેસુલ મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સંભાળતા કૌશિક પટેલને હાર્ટની બીમારી થઈ છે.

તાજેતરમાં જ તેઓને ન્યુમોનિયા થતા અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમના વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ અને અન્ય પરીક્ષણો કરાયા હતા ત્યારબાદ તેઓને હાર્ટમાં કોઈ તકલીફ હોવાનું લાગ્યું હતું આથી એસજી હાઇવે પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમના પર એન્જિયોગ્રાફી કરાઈ છે, પરંતુ તેમને તકલીફ વધુ હોવાથી હાર્ટના નિષ્ણાંતોએ એવી સલાહ આપી છે કે તમારે બાયપાસ સર્જરી કરાવી પડશે, પરંતુ આ બાયપાસ સર્જરી પણ સાવ સરળ નથી, કારણકે અન્ય કેટલીક ગૂંચવણો ઊભી થયેલી છે.

આથી એવું નક્કી કરાયું છે કે મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલની બાયપાસ સર્જરી કરાશે. આગામી દિવસોમાં તેમને મુંબઈ લઈ જવામાં આવશે. જ્યાં વિશ્વવિખ્યાત ડોક્ટર ભટ્ટાચાર્ય દ્વારા કૌશિક પટેલના હાર્ટની બાયપાસ સર્જરી કરાશે.

આગળ પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બ્રીચકેન્ડી હોસ્પિટલમાં જઇને ઘુટણની સારવાર કરાવી હતી જ્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મોઢાનું કેન્સર થતા તેઓએ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં જ સર્જરી કરાવી હતી. આ બે મંત્રીઓની તબિયત સારી થઈ ગઈ છે, પરંતુ હવે ત્રીજા મંત્રીની તબિયત લથડતા લોકસભાની ચૂંટણી વખતે ભાજપનું ટેન્શન વધી ગયુ છે.

 

Previous articleસ્વર્ણિમ પાર્કની નિભાવણી ખાનગી કંપનીને સોંપાય તેવી શકયતાઓ
Next articleઇશરત જહાં કેસ : વણઝારા, અમીનની વિરૂદ્ધ ખટલો નહી