ગાંધીનગરમાં રોજ ૭૦ ટકા એટલે કે ૩૯ મીલીયન લીટર પાણીનો વેડફાટ

709

રાજ્યના પાટનગર ગાંધીનગરની તાસીર જ પાણીના વપરાશ માટે કંઇક અલગ જ હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર એશિયામાં માથાદીઠ પાણી વપરાશમાં ગાંધીનગર શહેર અવ્વલ છે. અહીં રોજનું પપ.૨૬ એમ.એલ.ડી. જેટલું પાણી વપરાય છે. એટલે કે, નગરના પ્રત્યેક નાગરિકને ૧૭૦ થી ૧૭૧ લીટર પાણી પહોંચાડાય છે તેમ કહીં શકાય. ચંદ્ર અને મંગળ ઉપર જળ શોધતું આજનું વિજ્ઞાાન ગમે તેટલું આગળે વધે પરંતુ મનુષ્યના જીવન ઉપયોગી ૐર્૨ં એટલે કે પાણી ઉત્પન્ન નથી કરી શકતું ત્યારે ભારત જ નહીં સમગ્ર વિશ્વ પાણીના પુરવઠા માટે સંપૂર્ણ રીતે કુદરત પર આધીન છે.

તેવી સ્થિતિમાં નદી, તળાવો, ઝરણા,વાવ અને કુવા જેવા પાણીના સ્ત્રોતોથી આગળ વધીને આપણે જળાશયો અને ડેમ તથા કૃત્રિમ સરોવરો અને તળાવો બાંધતા થયા છે. જ્યાં પાણીનો સંગ્રહ કહીને તેને માનવ વસાહતમાં પાઇપલાઇન મારફતે મોકલવામાં આવે છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લાની વાત કરીએ તો સાબરમતી નદીના કિનારે વસેલા ગાંધીનગરને પણ હાલની સ્થિતિએ નર્મદાનું એટલે કે, નર્મદા કેનાલનું પાણી પુરૂ પાડવામાં આવે છે.  ગાંધીનગર શહેરમાં વસ્તી વધુ હોવાને કારણે અહીં પાણીનો વપરાશ પણ વધુ છે. ગાંધીનગર શહેર ઉપરાંત જી.ઇ.બી. તેમજ આસપાસના ગામોમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા દરરોજ ૫૫.૨૬ મીલીયન લીટર પાણી પહોંચાડવામાં આવે છે.

ઓટોમેટીક મશીનરી અને હાઇટેક સાધનો મારફતે શહેરમાં આવેલા ચાર પમ્પીંગ સ્ટેશનમાં નર્મદાનું પાણી ભરવામાં આવે છે અને ત્યાં જરૂરી કલોરીનેશન કરીને પાણીનું નિયમીત વિતરણ કરવામાં આવે છે.નર્મદાની કેનાલ ઉપરાંત ગાંધીનગર શહેર અને સાસપાસના ગામોમાં મળીને કુલ ૫૦થી વધુ પાણીના ટયુબવેલ એટલે કે, બોર બનાવવામાં આવ્યા છે તેના મારફતે પણ નગરજનોને પાણી પુરુ પાડવામાં આવે છે.

એક બાજુ નર્મદા કેનાલમાં જળસંકટ થવાને કારણે જગતનાતાત ગણતા ખેડૂતોને સીંચાઇ માટે નર્મદાનું પાણી આપવાની સખ્ત મનાઇ સરકાર દ્વારા ફરમાવી દેવામાં આવી છે ત્યારે આ જળસંકટથી ગાંધીનગરાઓ ઘણા દૂર હોય તેમ મન ફાવે તેમ આ કુદરતી સંપત્તિનો વેડફાટ કરે છે. એક સર્વે પ્રમાણે ગાંધીનગરમાં વપરાશ કરતા ૭૦ ટકા પાણીનો વ્યય થાય છે તેવી સ્થિતિમાં દરરોજના પાણી પુરવઠા પ્રમાણે ૩૯ મીલીયન લીટર પાણી ગાંધીનગરાઓ વ્યય કરે છે તેમ કહી શકાય એટલુ જ નહીં, ચકલીઓ ખુલી રાખીને બગીચાને પાણી પીવડાવવા ઉપરાંત હવે તો ગાંધીનગરના મીજાજી અને જવાબદાર નાગરિકો શહેરના રોડ ધોતા પણ જોવા મળે છે.

Previous articleપેથાપુરના ATMમાં ચોરી કરવા જતો શખસ પકડાયો
Next articleઊંઝામાં વિધાનસભાની ટિકિટ લેવા આશા પટેલનું જૂથ નીતિન પટેલનાં શરણે