PG મેડિકલમાં આર્થિક અનામતના અમલ સાથે મેરિટલિસ્ટ જાહેર થશે

600

કેન્દ્ર સરકારે ૧૦ ટકા આર્થિક અનામત કાયદો લાગુ કર્યા બાદ ઉચ્ચ શિક્ષણમાં પ્રથમવાર પીજી મેડિકલમાં આર્થિક અનામતના અમલ સાથે આવતીકાલે મેરિટ લિસ્ટ જાહેર કરવામા આવશે. આ વર્ષે મેડિકલ-ડેન્ટલના ૨૯૦૦થી વધુ વિદ્યાર્થીઓનું મેરિટ જાહેર કરાશે.

સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા પીજી મેડિકલ અને પીજી ડેન્ટલમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ આવતીકાલે ૨૫મીએ મેરિટ લિસ્ટ જાહેર કરવાા આવશે. જેમાં પીજી મેડિકલમાં ૨૫૧૮ જેટલા વિદ્યાર્થીઓ છે જ્યારે ડેન્ટલમાં ૪૦૫ જેટલા વિદ્યાર્થીઓ છે.

આ વર્ષે ડેન્ટલમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે.વેરિફિકેશન અને સ્ક્રુટિની પ્રક્રિયામાં કેટલાક વિદ્યાર્થીઓને રીજેક્ટ કરાતા મેરિટ લિસ્ટમાંથી બાકાત કરાશે. મેરિટ લિસ્ટમાં કોમન મેરિટ સાથે એસસી, એસટી અને ઓબીસી કેટેગરી ઉપરાંત પ્રથમવાર નવી કેટેગરી એવી ઈડબલ્યુએસ (ઈકોનોમિક વીકર સેકશન) કેટેગરી પણ ઉમેરાશે અને કેન્દ્ર સરકારે આર્થિક અનામત લાગ કર્યા બાદ ૧૦ ટકા આર્થિક અનામત પ્રમાણે પ્રથમ અમલ પીજી મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે થશે.

Previous articleચાંદખેડા વોર્ડના ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
Next articleક્રોસવર્ડમાં ગયેલી સગીરાનો અશ્લીલ વીડિયો બનાવવાનો પ્રયાસ કરનારની ધરપકડ