લઘુતમ આવક યોજના ગરીબી પર ‘સર્જિકલ સ્ટ્રાઇક’ સમાન : રાહુલ ગાંધી

469

સોમવારે દિલ્હીમાં મળેલી કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ જાહેર કર્યુ હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો દેશના ગરીબોને દર મહિને રૂપિયા ૬,૦૦૦ સહાય આપવામાં આવશે. રાજસ્થાના સુરતગઢ ખાતે એક ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગરીબોને મહિને રૂપિયા ૬,૦૦૦ની સહાય એ ગરીબી પર ’સર્જિકલ સ્ટ્રાઇક’ છે.

રાહુલે કહ્યું, ’આ ધમાકો છે, વિશ્વમાં અગાઉ આવું કોઈ પણ દેશે નથી કર્યુ, અમે ગરીબી હટાવીશું. આ દેશમાં એક પણ વ્યક્તિ ગરીબ નહીં રહે. અમારો પક્ષ પાછલા છ મહિનાથી સતત આ યોજના પર કામ કરી રહ્યો હતો. જો નરેન્દ્ર મોદી અમીરોને પૈસા આપી શકતા હોય તો કોંગ્રેસ આ દેશના ગરીબોને સહાય કરી શકે છે. ”

સત્તાધારી ભાજપે રાહુલ ગાંધીની યોજનાને ગરીબી હટાવોના નામે રાજકીય ધંધો ગણાવ્યો છે. સોમવારે નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દાયકાઓથી ગરીબી હટાવોના નામે ધંધો કરતી આવી છે, કોંગ્રેસનું વર્ષ ૧૯૭૧માં મુખ્ય સુત્ર જ ગરીબી હટાવો હતું પરંતુ ઉલ્ટાનું તેમના રાજમાં ગરીબી વધી હતી. તેમણે કહ્યું કે, અમે દેશમાં ગરીબી મીટાવવાનું કામ કરીશું, નરેન્દ્ર મોદીની સરકારે ગરીબોને મીટાવવાનું કામ કર્યું છે. સમગ્ર હિંદુસ્તાનમાં ન્યાય થશે, કંઇ પણ થઇ જાય, આસમાન ફાટી જાય, કોઇ ફરક નથી પડતો. અમે કામ કરીને દેખાડીશું.

કોંગ્રેસે જાહેર કર્યુ છે કે તેમની મિનિમમ ઇનકમ ગેરેન્ટી યોજનાનો લાભ દેશના ૨૦ ટકા ગરીબોને મળશે. આ યોજનાથી દેશના ૨૫ કરોડ ગરીબોને દર વર્ષે ૭૨,૦૦૦ રૂપિયાની સહાયતા કોંગ્રેસની સરકાર કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જનસભા રેલીને સંબોધતા વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી કહે છે કે ના, હું રોજગાર નહીં આપુ, ૧૫ લાખ રૂપિયા પણ નહીં આપુ, ખેડૂતોના દેવા પણ માફ નહીં કરું, તેમજ જે માતાઓ અને બહેનોએ ઘરમાં પૈસા બચાવીને રાખ્યા હતા તે બધાના ઘરમાંથી અને ખિસ્સાઓમાંથી બધું જ છીનવીને નીરવ મોદીને આપી દઈશ.’

રાહુલ ગાંધીએ કહ્યું કે, આવનારી લોકસભા ચૂંટણી બે અલગ-અલગ વિચારધારાઓ ધરાવતા પક્ષો વચ્ચેની લડાઈ છે. આ સાથે જ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નોટબંધી દ્વારા કાળાનાણાં ધરાવતા લોકોની મદદ કરવાનો આરોપ પણ લગાવ્યો. સૂરતગઢમાં પાર્ટીની જનસંકલ્પ રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યા કે, ‘વડાપ્રધાન મોદી ભારતના ભાગલા પાડવાની કોશિશ કરી રહ્યા છે. જેમાં અડધું ભારત ધનીકોનું અને બીજું અડધું ભારત ગરીબોનું હશે, પરંતુ કોંગ્રેસ આવું ક્યારેય પણ નહીં થવા દે.’

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘રાષ્ટ્રધ્વજ એક છે તો દેશ પણ એક જ રહેશે. અમે ભારતને બે વિભાગમાં વહેંચવા નહીં દઈએ.’ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા કહ્યું કે, મોદીએ નોટબંધી લાવીને કાળુંનાણું ધરાવતા લોકોની મદદ કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા બનાવશે કે તરત જ દેશના ૨૦ ટકા ગરીબ પરિવારોની લઘુત્તમ માસિક આવક ૧૨૦૦૦ રૂપિયા નક્કી કરી દેશે. તેના માટે કોંગ્રેસ ૨૦ ટકા ગરીબ પરિવારોના ખાતામાં દર વર્ષે ૭૨ હજાર રૂપિયા મુકશે.

Previous articleજોશીને ટિકિટ ન મળતા ભારે નારાજ : મતદારોને પત્ર લખ્યો
Next articleરાહુલજી…ગરીબો સુધી લઘુતમ આવક યોજના કઈ રીતે પહોંચાડશો..?!!ઃ રાજન