ધરોઇ ડેમની મરમ્મતના કારણે ૨૩૧ ગામોને પાણી નહીં મળે

679

ઉત્તર ગુજરાતીની જીવાદોરી ગણાતા ધરોઇ ડેમની પાઇપલાઇનની મરમ્મત કરવાના કારણે પાટણ અને મહેસાણાના ૨૩૧ ગામડાઓને ધરોઇનું પાણી નહીં મળે. મળતી માહિતી પ્રમાણે ઊંઝા તાલુકાના કહોડા તરફ જતી પાઇપ લાઇનનું લીકેજ થતાં તેની મરામત કરવામાં આવતાં ૨ દિવસ સુધી પીવાના પાઈનો પુરવઠો બંધ કરવામાં આવશે. જેના કારણે વિસનગર, વડનગર, ખેરાલુ, ઊંઝા અને સિદ્ધપુર નગર પાલિકાઓ ઉપરાંત સતલાસણા ગ્રામ પંચાયત સહિત કુલ ૨૩૧ ગામડાંમાં પાણીનો પુરવઠો નહીં મળે.

ધરોઇ ડેમની પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતું હોવાથી મરામત કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી ૨૯ અને ૩૦ માર્ચના રોજ બે દિવસ વિસનગર ગ્રેવિટી અને કહોડા ગ્રેવિટી લાઇનોમાં પાણીનો સપ્લાય બંધ રહેશે. આ પાણીનો ઉપયોગ કરનાર પાલિકાઓ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોના રહીશોને આ માહિતી આપવા જણાવાયું છે. જ્યારે અન્ય લાઇનોમાં પાણીનો પુરવઠો આપવાની કામગીરી ચાલુ રહેશે. ધરોઇ ડેમ તેમજ આ યોજનાના સ્ટાફને આ બે લાઇનોના પાણીા ઉપભોક્તાઓને માહિતગાર કરવા માટે સુચના અપાઇ છે.

Previous articleટિકિટ ન મળવાની અટકળો પર ફાતમીએ કહ્યું હું લાલુના અનેક રાઝ જાણું છું
Next articleભાઈએ ઠપકો આપતા ધો-૯ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો