બાવળામાં ગટર સાફ કરવા ઉતરેલા બે મજૂરો સહિત કોન્ટ્રાકટરનું મોત

747

અમદાવાદના બાવળા વિસ્તારમાં ત્રણ સફાઈ કામદારના મોતની ઘટના સામે આવી છે. ગટર સાફ કરતા સમયે કામદારોના મોત થયા છે. મળતી માહિતી મુજબ સાંઈકૃપા સોસાયટીમાં કામદારો ગટર સાફ કરવા માટે પહોંચ્યા હતા. ગટર સાફ કરતા સમયે ત્રણ કામદારોના મોત થયા છેસમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો, બાવળા નગરપાલિકાની ગટરોની સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે. રાત્રે આ ગટરો સાફ કરવામાં આવતી હોય છે. ગઈકાલે રાતે શાહીદર્શન ચાર રસ્તા પાસે કોન્ટ્રાક્ટર રાકેશ પટેલ અન્ય ચાર મજૂરો સાથે ગટરની સાફ સફાઈની કામગીરી કરી રહ્યા હતા.સફાઈની કામગીરી દરમિયાનમાં અમિત મકવાણા નામનો શખ્સ ગટર સફાઈ કરવા ઉતરતા બેભાન થયો હતો. જેને બચાવવા રાજુ વાળા પણ ઉતર્યો હતો. બંને બેભાન થઈ જતાં કોન્ટ્રાકટર રાકેશ પટેલ અંદર ઉતર્યા હતા. જો કે તેમને પણ ગેસની અસર થતા બેભાન થઈ ગયા હતા. ગેસની અસરના કારણે ત્રણેયના મોત નીપજ્યાં હતા. ત્રણેય મૃતક ક્લોલના રહેવાસી હતાં.

Previous articleદિલ્હીમાં એએપી સાથે કોઇ ગઠબંધન કરવા રાહુલની ના
Next articleઉતારચઢાવ વચ્ચે અંતે સેંસેક્સ ૩૯૦૦૦થી નીચે જ બંધ રહ્યો