પરથી ભટોળને કોંગ્રેસે ટિકિટ આપતા ભાજપમાંથી પુત્ર રાજીનામું આપશે

1315

કોંગ્રેસે ગઈકાલે બનાસકાંઠા માટે લોકસભા બેઠક પર પરથી ભટોળને ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી પિતાને ટિકિટ મળતાં ભાજપના દાંતા સીટ પરથી ૨૦૦૯માં પૂર્વ ધારાસભ્ય રહેલા વસંત ભટોળ રાજીનામું આપશે. સમર્થકો સાથે તેઓ ગમે તે ઘડીએ ભાજપને રામ રામ કરી દેશે.

ઉલ્લેખનીય છે કે, દાંતાના પૂર્વ ધારાસભ્ય અને પરથી ભટોળના પુત્ર વસંત ભટોળે ભાજપમાંથી  રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. વસંત ભટોળે કહ્યું છે કે, જો બનાસકાંઠા બેઠક પરથી તેમના પિતા એટલે કે પરથી ભટોળને કોંગ્રેસ ટિકિટ આપે તો તે હજારો સમર્થકો સાથે ભાજપમાંથી રાજીનામું આપશે અને કોંગ્રેસ જે કામ સોંપશે તે કરશે.આ સાથે જ વસંત ભટોળે ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે, ભાજપના શાસનમાં ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓથી લઈ સૌ કોઈ પરેશાન છે..તો ભટોળ પરિવારે પણ અત્યાર સુધી ઘણુ સહન કર્યું છે

Previous articleસમય હાથમાંથી નિકળી રહ્યો છે, હવે ઇઝ્રમ્એ તકનો ફાયદો ઉઠાવવો પડશેઃ બોલિંગ કોચ નેહરા
Next articleમલેશિયા ઓપનઃ પીવી સિંધુ અને શ્રીકાંતે બીજા રાઉન્ડમાં મેળવ્યું સ્થાન