દેત્રોલીના ખેતર માલિકે મજૂર મહિલા પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ

680

ઈડરના દેત્રોલી ગામની સીમમાં પતિ તથા સાસરીયાં સાથે ખેતમજૂરી અર્થે રહેતી મહિલાએ ખેતર માલિક વિરૃદ્ધ બળાત્કાર ગુર્જાર્યાનાં આક્ષેપ સાથેની ફરિયાદ ઈડર પોલીસ મથકમાં નોંધાવતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ખેતર માલિક સામે બળાત્કાર તથા એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે.

દેત્રોલીની સીમમાં ખેતમજુરી કરતી મહિલાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. ૨૯ માર્ચના રોજ દિયરના મોબાઈલ થકી સમાચાર મળ્યા હતા કે, મારા પતિને ઈડર પોલીસ સ્ટેશનમાં પકડાયા છે. જેથી તે દિવસે રાત્રે ખેતર માલિક વિષ્ણુભાઈ પટેલ ખેતરમાં રહીએ છીએ તે ઓરડી પર આવ્યા હતા અને કહ્યું હતું કે, પતિ ઈડર પોલીસ સ્ટેશનમાં પકડાયેલો છે, તેને છોડાવવો હોય તો મારી સાથે ચાલ.

ત્યારબાદ ઘરવાળાઓના કહેવાથી વિષ્ણુભાઈ તથા તેમની સાથે ઓરડી પર આવેલા ઉપેન્દ્રભાઈ પટેલ સાથે બાઈક પર ઈડર જવા નિકળી હતી. તે સમયે બુઢિયા ગામના પાટીયે ઉપેન્દ્રભાઈ ઉતરી ગયા હતા અને વિષ્ણુભાઈ સાથે બાઈક પર ઈડર આવતી હતી.

તે વખતે રાત્રિના ૧૨ વાગ્યાના સુમારે વિષ્ણુભાઈએ મોહનપુરા રેલ્વે ક્રોસિંગ પાસે પંચાલ સમાજવાડી આગળ બાઈક ઉભુ રાખ્યું હતું. બાદમાં મોઢું દબાવી નજીકના ખેતરમાં લઈ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો.

આ ઉપરાંત ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કહીંશ તો તારો પતિ જેલમાંથી છુટશે નહીં. બાદમાં વિષ્ણુ પટેલ બાઈક પર બેસાડી પરત દેત્રોલીની સીમની ઓરડી પર ઉતારી જતો રહ્યો હતો.

બાદ મહિલાનો પતિ બીજા દિવસે જેલમાંથી છુટીને ઘરે આવતાં મહિલાએ ખેતર માલિક દ્વારા આચરાયેલા કૃત્યની સઘળી હકીકત પતિને જણાવી દીધી હતી. બાદમાં પતિએ હિંમત આપતા મહિલાએ મહિલા આયોગની બહેનો સંપર્ક કરી ૧૮૧ હેલ્પ લાઈન મારફતે મધ્યરાત્રિએ ઈડર પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ભોગ બનનાર મહિલાની આક્ષેપો સાથેની ફરિયાદ બાદ ખેતર માલિક વિષ્ણુભાઈ હરિભાઈ પટેલ (રહે. દેત્રોલી) વિરૃદ્ધ બળાત્કાર તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.

Previous articleદુષ્કાળને પગલે કચ્છમાંથી ૧૪,૮૧૨ પશુ સાથે માલધારીઓની હિજરત
Next articleકૈલાસ માનસરોવર યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ, ૧.૮૦થી લઈ ૨.૫૦ લાખનો ખર્ચ થશે