ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોએ સાવચેત રહેવું જરૂરી

1282

હાલમાં વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનીકર્તા છે હાલમાં દિવસના તાપમાનમાં વધારો થઇ રહ્યો હોય, ગરમી વધવાના કારણે શરીરમાં લૂ લાગવા (સનસ્ટ્રોક)ના કેસો નોંધાતા હોય છે, જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો જીવલેણ સાબિત થઇ શકે છે.

લૂ લાગવા (સનસ્ટ્રોક)ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખૂબ વધારે થાય છે. જેના કારણે શરીરનું તાપમાન ઘટી શક્તું નથી. શરીર અને હાથપગમાં અસહ્ય દુઃખાવો , ખૂબ તરસ લાગવી, ગભરામણ થવી. ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હ્ય્દયના ધબકારા વધી જવા જેવા લક્ષણો દેખાય છે. જે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે. આ બાબતે આરોગ્યલક્ષી સૂચનાઓ ધ્યાને લેવી જેમાં શક્યો હોય ત્યાં સુધી સખત તડકામાં નીકળવાનું ટાળવું, ઝાડનો છાયો, બીલ્ડીંગની ઓથ વગેરે જેવી છાયા વાળી જગ્યાએ ચાલવું, માથા ઉપર ટોપી, પાઘડી, હેટ, કેપ વગેરે પહેરવા, શરીરને શોષ (ડી હાઇડ્રેશન) ન લાગે તે માટે વારંવાર પાણી પીતા રહેવું, ગોળનું પાણી, લીંબુ પાણી, વરીયાળી, ગુલાબ વગેરેના શરબતમાં મીઠું નાખી સેવન કરવું, સક્કર ટેટી, તરબુચ, કાકડી વગેરેનું સેવન કરવું, આ ફળોમાં ૯૦ ટકા પાણી હોય છે, લૂ લાગવાના તેમજ નસકોરી ફૂટવાના સંજોગોમાં નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કે સરકારી હોસ્પીટલમાં જવું, દેશી બનાવટના બરફના ગોળા, ગુલ્ફીનું સેવન કરવાથી દૂર રહેવું, ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા સફેદ, સુતરાઉ કપડાં પહેરવા, ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું.

ઉપરોક્ત સાવચેતીના પગલાં લેવા જાહેર જનતાને ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Previous articleસગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર ગારિયાધારનાં શખ્સને ૭ વર્ષની સજા
Next articleકોંગ્રેસનું ફોર્મ રદ કરાવવા ભાજપે ધમપછાડા કર્યા પરંતુ ફાવ્યા નહીં