નરેન્દ્ર મોદીની બાયોપિક ભારતમાં ૧૭૦૦ સ્ક્રિન પર રિલીઝ થશે

474

છેલ્લા કેટલાક દિવસોથી રિલીઝને લઇને વિવાદોમાં ઘેરાયેલી વડાપ્રધાન મોદી પરની ફિલ્મ ’પીએમ નરેન્દ્ર મોદી’ બાયૉપિક હવે રિલીઝ થવાની છે. આ બધાની વચ્ચે ફિલ્મ પ્રૉડ્યૂસરે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

’પીએમ નરેન્દ્ર મોદી’ બાયૉપિકને માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ ડાયરેક્ટર ઉમંગ કુમારે જણાવ્યુ કે, ’પીએમ નરેન્દ્ર મોદી’ બાયૉપિકને ભારતની સાથે સાથે ૩૮ દેશોમાં રિલીઝ કરવામાં આવશે, જેમાં યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુએઇ જેવા દેશો સામેલ છે.

ઉમંગ કુમારે ફિલ્મમાં પીએમ મોદીના જીવનની શરૂઆતી સફરથી તેમના ભારતના વડાપ્રધાન બનવા સુધીની કહાની બતાવી છે.

ફિલ્મના પ્રૉડ્યૂસર્સ અને ડિસ્ટ્રીબ્યૂટરે આનંદ પંડિતે કહ્યું કે પીએમ મોદીની બાયૉપિકને લઇને દુનિયાભરમાં ઉત્સાહ છે. જેથી અમે નક્કી કર્યુ છે કે, ફિલ્મને ભારતની સાથે ૩૮ દેશોમાં પણ રિલિઝ કરાશે. ફિલ્મની રિલીઝ ડેટ ૧૧ એપ્રિલ, ૨૦૧૯ નક્કી કરવામાં આવી છે.

તેમને જણાવ્યુ કે, ભારતમાં ફિલ્મ ૧૭૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થશે, ઓવરસીઝમાં આને લગભગ ૬૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. ફિલ્મને હિન્દી ઉપરાંત તેલુગુ અને તામિલ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં પીએમ મોદીની ભૂમિકા એક્ટર વિવેક ઓબેરૉય નિભાવી રહ્યાં છે.

 

Previous articleઅભિનેત્રી પ્રીતિ ઝિંટાને ફ્લાઇટમાં બેસવાથી રોકી દેવાઇ..!?
Next articleદિલ્હીની વિરુદ્ધ ગ્રીન જર્સી પહેરીને ઉતરી કોહલી સેના