દિલ્હીની વિરુદ્ધ ગ્રીન જર્સી પહેરીને ઉતરી કોહલી સેના

645

બેંગલોરઃ વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ આજે જ્યારે પોતાના હોમ ગ્રાઉન્ડમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમવા ઉતરી તો તે રેડ જર્સીમાં નહીં પરંતુ ગ્રીન જર્સીમાં નજર આવી. શું તમે જાણો છ કે દરેક સિઝનમાં કેટલિક મેચોમાં આરસીબી ગ્રીન જર્સી પહેરીને મેદાન પર કેમ રમે છે. હકીકતમાં આરસીબી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે આ કલરની જર્સી પહેરીને મેદાન પર ઉતરે શે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના કેપ્ટન વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયર અય્યરને ટોસ સમયે છોડ પણ ભેટમાં આપ્યો હતો. આરસીબી વર્ષ ૨૦૧૧થી પોતાના ’ગો ગ્રીન’ ઇનિશિએટિવ હેઠળ આમ કરે છે. આ વિશ્વને ગ્લોબલ ર્વોમિંગ વિશે જાગરૂત કરવાની એક પહેલ છે. આરસીબી સતત લોકોને વૃક્ષો વાવવાની અપીલ કરતી રહે છે. ટીમના ખેલાડીઓએ ઘણીવાર ફેન્સને કહ્યું કે, તે બસોના માધ્યમથી અહીં સુધી આવે જેથી ઈંધણની બચત થઈ શકે. મેદાન પર પણ ફેન્સ આજે રેડની જગ્યાએ ગ્રીન કલરના ઝંડામાં ટીમને સપોર્ટ કરી રહ્યાં છે.

દરેક સિઝનના કેટલાક મેચોમાં આરસીબી ગ્રીન જર્સી પહેરીને મેદાન પર ઉતરે છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે આ કલરની જર્સી પહેરીને આવે છે. આ કારણ છે કે ટીમ ઝાડ અને પર્યાવરણનું પ્રતીક ગ્રીન કલર પહેરીને મેદાન પર રમવા ઉતરે છે અને આ સિઝનમાં આવું પ્રથમવાર થઈ રહ્યું છે.

Previous articleનરેન્દ્ર મોદીની બાયોપિક ભારતમાં ૧૭૦૦ સ્ક્રિન પર રિલીઝ થશે
Next articleસરફરાઝની ટિપ્પણી બાદ મોહમ્મદ આમિરની વિશ્વકપ પસંદગી પર આશંકા