રાજુલાનાં બારોટ સમાજ દ્વારા હરિદ્વાર યાત્રામાં કથાના લાભ

821

રાજુલાના વહીવંચા બારોટ સમાજ યાત્રાસંઘ હરિદ્વાર ખાતે ગંગા સ્નાનબાદ લક્ષ્મણજુલા, ભારતમાતા મંદિર અને ઉદાસીન અખાડાઓ તથા રામજુલા સહિત તિર્થોનો લાભ લીધા આખરે ઉદાસીન પંચાયતી અખાડાના મહંત કોઠારી પ્રેમદાસ બાપુના આશ્રમે ભજન અને મહાપ્રસાદનો લાભ ઉપરાંત રાજુલા પાસે પ્રસિદ્ધ સમર્થ સંત શિરોમણી પૂજ્ય પ્રેમદાસબાપુની ગુરૂ પરંપરા સતનામ વાહીગુરૂ શ્રીચંદ ભગવાનની કથાનો હરિદ્વારના સંત પણ નામેરી પ્રેમદાસબાપુની કથાનો લાભ લીધો જેમાં રાજુલાના ભીખુભાઇ રેણુકા પરિવાર, નાગભાઇ લગ્ધીરભાઇ પરિવાર, કાઠી ક્ષત્રિય સમાજના પૂંજાભાઇ બેપારીયા સહિત ૧૫ દિવસીય યાત્રા સંઘ યોજાયો. હરિદ્વારમાં ઉદાસીન સંત પ્રેમદાસબાપુની કથાનો લાભ લેતા તેમજ ભાગીરથી ગંગા સ્નાનનો લાભ બાબભાઇ રેણુકા, સાર્થકભાઇ રેણુકા એ ઉત્તરાખંડ હરિદ્વાર અલૌકિક દર્શન અને કથાનો લાભ લીધો હતો.

Previous articleભારતીબેન શિયાળને જીતાડવા ભાજપ આગેવાનોનું મહામંથન
Next articleરાણપુર ખાતે નગીના મસ્જિદનુ સંગે બુનિયાદ કાર્યક્રમ યોજાયો