કુંભારવાડામાંથી તાજું જન્મેલું નવજાત શિશુ મળી આવ્યું

1659

કુંભારવાડા મિલની ચાલી પાસેથી તાજુ જન્મેલી જીવીત હાલતમાં નવજાત શિશુ મળી આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને નવજાત શિશુને હોસ્પિટલ તરફ રવાના કરવામાં આવેલ છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવ. શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મીલની ચાલીમાં જીવીત નવજાત શિશુ પડેલુ હોવાની જાણ પોલીસ મથકે કરતા તાત્કાલિક પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. અને આ ઘટનાને લઇને આસપાસના રહીશો એકત્ર થઇ ગયા હતા અને નવજાત શિશુને ત્વરીત હોસ્પિટલે પહોંચાડવા મદદમાં જાડાયા હતા, દરમ્યાનમાં પોલીસ અને આસપાસમાં રહેતી મહિલાઓએ નવજાત શિશુને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલી આપેલ છે. આ બનાવ અંગેની તપાસ પોલીસ ચલાવી રહી છે.

Previous articleશિશુ વિહાર સંસ્થાના ઉપક્રમે તા.19 ડિસેમ્બરનાં રોજ નાગરિક સહાય કાર્યક્રમ
Next articleસફળતાનો પર્યાય – આત્મવિશ્વાસ – સાધુ કૌશલમૂર્તિદાસ (વચનામૃત : જીવનમાર્ગદર્શક– ૩૭)