અમદાવાદ સહિત ગુજરાતભરમાં પણ હાલમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, નલિયા, ભુજ સહિતના વિસ્તારોમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. આજે મોટાભાગના વિસ્તારોમાં પારો ૧૧થી નીચે પહોંચ્યો હતો. જનજીવન ઉપર પણ માઠી અસર થઇ હતી. અમદાવદામાં તાપમાનમાં હજુ પણ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે.
રાત્રિ ગાળામાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૯.૭ ડિગ્રી થયું હતુ ંજ્યારે ગાંધીનગરમાં ૮.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નલિયામાં ૮.૫, ડિસામાં ૧૦.૮, વડોદરામાં ૧૦, વલસાડમાં ૧૦.૬ સુધી પારો પહોંચી ગયો હતો. અમરેલીમાં લઘુત્તમ તાપમાન ૯.૬ ડિગ્રી નોંધાયું હતું. રાજયમાં ઉંમરલાયક વૃધ્ધોની સાથે બાળકો અને શ્વાસને લગતી વિવિધ બીમારીનો શિકાર એવા લોકો માટે વહેતા થતા ઠંડા પવનોને કારણે મુસીબતમાં વધારો થવા પામ્યો છે આ ઉપરાંત રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે.
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પૂર્વીય અફઘાનિસ્તાનની સાથે પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવા પામ્યુ છે. આ ઉપરાંત ગુજરાત ઉપર અપરએર સાઈકલોનિક સિસ્ટમ સર્જાતા ઠંડીના પ્રમાણમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા
વિસ્તારોમાં વસતા લોકોની હાલત સૌથી કફોડી જોવા મળી રહી છે. રાજયમાં આજે રાજધાની ગાંધીનગરમાં પણ લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કરવો પડ્યો હતો.આ ઉપરાંત અમદાવાદ જેવા શહેરમાં પણ પ્રદૂષણની વચ્ચે પણ ઠંડા પવનોની વચ્ચે ઠંડીનો અનુભવ કરવામાં આવી રહ્યો છે.રાજયના મોટાભાગના શહેરોમાં આજે પણ લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતતો.હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં હજુ પણ આવનારા ૪૮ કલાક સુધી કોલ્ડવેવની અસર યથાવત રહેવાની સંભાવના છે. ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આની સાથે જ ગરમ વસ્ત્ર બજારમાં પણ જોરદાર તેજી આવી ગઈ છે. બીજી બાજુ રાહતની બાબત એ પણ છે કે, કોલ્ડવેવ માટેની કોઇ ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી નથી. રાજયના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો હાલ ગગડી જતા લોકોએ કાતિલ ઠંડીના ચમકારાનો અનુભવ કરતા લોકો રીતસરના ઠંડીમાં ઠુઠવાઈ જવા પામ્યા હતા. હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની કોઇ આગાહી કરવામાં આવી નથી. આ અંગે મળતી માહિતી અનુસાર, રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો વહેતા શીત પવનોની સાથે કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે રાજયના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૦થી ૧૩ ડિગ્રી વચ્ચે રહ્યો હતો.