ગ્લોબલ સ્કૂલની દાદાગીરી સામે વાલીઓમાં રોષ, સીએમને મળવા પહોંચ્યા

550

ફી મામલે ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોને પ્રવેશ ન આપતાં વાલીઓએ હોબાળો કર્યો છે. એફઆરસીએ કરેલા હુકમ મુજબ બાળકોને શાળામાં મૂકવા ગયેલા વાલીઓને શાળા સંચાલકોએ પાછા કાઢ્યા હતા. જે બાદ વાલીઓ મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા. જોકે, વાલીઓને કમલમમાં પ્રવેશવા દેવાયા ન હતા.

એફઆરસીના ચુકાદાને ઘોળીને પી જતી શાળા સામે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીઓને એડમિશન રદ થઈ ગયા હોવાથી પ્રવેશ આપવાનો ઇન્કાર કરાયો હતો. બાળકોનું ભણતર બગડી રહ્યું હોવા છતાં શાળામાં બાળકોને પ્રવેશ નહીં આપવા મક્કમ છે, ત્યારે વાલીઓએ સરકારને દખલગીરી કરવા અપીલ કરી છે.

સીએમને મળવા પહોંચેલા વાલીઓને કમલમમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, જ્યારે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ વાલીઓ સાથે વાતચીત કરી હતી. મીડિયા સાથે વાત કરતાં ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, પોતાની રજૂઆત કરવા માટે વાલીઓ કમલમ ખાતે આવ્યા છે. એમે તેમને સાંભળ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ફોન કરીને આજે સવારે ૮.૩૦ વાગ્યે મળવાનું કહેવામાં આવ્યું છે. સ્કૂલનો વાંક હશે તો શિક્ષણ વિભાગ કડક પગલાં લેશે.

Previous articleગરમીની સાથે શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનાં બજેટ ખોરવાયાં
Next article૩ ધારાસભ્યોના ગાંધીનગર કૃષિભવન ખાતે ધરણાં