બહુચરાજી ચૈત્રી પૂનમના મેળાની વહીવટી તંત્રની તડામાર તૈયારીઓ શરુ

860

શક્તિપીઠ બહુચરાજીમાં ભરાતા ચૈત્રી પૂમના મેળા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મેળાની સફળતા માટે જિલ્લા વહીવટી તંત્ર બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતે તૈયારીઓના ક્ષેત્રે  ડગલાં માંડયાં છે. ચૈત્રીપુનમના મેળાનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ હોવાના કારણે બહુચરાજીનો ચૈત્રીપુનમનો મેળો જગવિખ્યાત બનવા પામ્યો છે.

મેળામાં લાખોની સંખ્યામાં માતાજીના દર્શનાર્થે આવતાં યાત્રીકો અને માઇભકતોને કેન્દ્ર સ્થાને રાખી મેળાના આયોજન કરવામાં આવી રહ્યું છે. મેળામાં આવનાર ભાવિકભક્તોની શ્રદ્ધા અને આસ્થા અખંડ રહે તે માટે વિવિધ સમિતિઓની રચના કરવમાં આવી છે. જેમાં પાણી અને પુરવડો સમિતિ, આરોગ્ય સમિતિ, સ્વચ્છતા  સમિતિ, વિજપ્રવાહ સમિતિ, ખાધસમાગ્રી ચકાસણી સમિતિ, વાહન નિયંત્રણ સમિતિ, રખડતાં ઢોર નિયંત્રણ સમિતિ જેવી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને માતાજીના દર્શનાર્થે આવનાર માઇભકત શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કીર ધન્યતાની લાગણી અનુભવી તે પ્રકારે તેયારીઓમાં તંત્ર લાગી ગયું છે. દાતાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી માતાજીના ધામમાં આવનાર દરેક શ્રદ્ધાળુને સગવડ મળી રહે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટે દર્શન વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, પગરખા કેન્દ્ર, વિસામાની  વ્યવસ્થા, લાઇટ ડેકોરેશન અને મંદિર શણગાર, સફાઇ વ્યવસ્થા, અવાજનું પ્રદુષણ વ્યવસ્થા, આરોગ્ય સેવા, મંદિર નિયંત્રણ કેન્દ્ર, ભેટ કેન્દ્ર,મેળાનું જીવંત પ્રસારણ, સાંસ્કૂતિક કાર્યક્રમ માટે અને માતાજીના ચાચરચોકમાં મંડપ ડેકોરેશન માટેની તૈયારીઓ આરંભી દીધી છે.

Previous articleઅમીરગઢના ખારા ગામે વૃધ્ધ ઉપર રીંછનો હુમલો
Next articleલીંબુના ભાવમાં ભડકો : કીલોના રૂા. ૧ર૦