અમિત શાહ સાથે બેઠક કરી, પાટીદારો માટે સરકારનો અભિગમ સકારાત્મકઃ સી.કે.પટેલ

1196

ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ પૌત્રીનાં જન્મદિનનાં પ્રસંગે ગુરૂવારે અમદાવાદ આવ્યાં હતાં. આ સમયે તેમણે વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પાટીદાર આગેવાન સી.કે. પટેલ સહિત સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પાટીદારોમાં ટીકિટ વહેંચણીને લઈને પ્રવર્તી રહેલી નારાજગી દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ મુલાકાત બાદ સાંજે સી.કે.પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી હોવાનો સ્વીકાર કરતા જણાવ્યું કે, પાટીદારો માટે સરકારનો અભિગમ સકારાત્મક છે અને બાકીના કામો પણ સરકાર વહેલામાં વહેલી રીતે પુરા કરશે. સરકારના કહેવા મુજબ આયોગ અને નિગમ બન્યા છે અને ખેડૂતોના પ્રશ્નોને પણ સરકારે સારી રીતે ઉકેલ્યા છે.

સી.કે. પટેલે આગળ કહ્યું કે, આ મુલાકાતમાં શહીદ પાટીદારોના પરિવારને સરકારી નોકરી આપવા અંગે વાત થઈ હતી અને તેનો પણ થોડા સમયમાં જ ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.

Previous articleગાંધીનગર(ઉ) વિધાનસભા મતદાર વિભાગના મહિલા પોલીંગ સ્ટાફનો તાલીમ કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો
Next article‘સેનાને રાજકારણ સાથે કોઇ લેવા દેવા નથી, અમે પત્ર નથી લખ્યો’