અલ્પેશ ઠાકોરની હાલત કફોડી : સમાજે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ

929

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામા આપ્યા બાદ અલ્પેશ ઠાકોરની મહત્વકાંક્ષાવાળી રાજનીતિના કારણે અત્યારે તેના જ સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અલ્પેશ ઠાકોર દ્વારા આંદોલનો કરીને જ્યારે સમાજના લોકોને રોજગારી આપવાની વાતો થતી હતી. વિધવા મહિલાઓ જે દારૂના વ્યવસાય સાથે જોડાયેલી હતી તેમને ભેંસો આપીને રોજગારી આપીને સમાજને સ્વચ્છ બનાવવાની વાતો આપી હતી અને સમાજના સંતોની કસમો ખાઈને રાજકારણમાં ના પ્રવેશવાની વાતો કરવામાં આવી હતી તે તમામ વાતો ખોટી સાબિત થતા આજે ચાણસ્મા ખાતે ઠાકોર સમાજના લોકો દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અલ્પેશ ઠાકોરના ભારે વિરોધ બાદ આજે ઠાકોર સેનાના નામે સદસ્ય બનાવવાના નામે ૪ લાખ લોકો પાસેથી ૧૦૦ રૂપિયા તેમજ મોલ બનાવીને ૧૧૦૦ રૂપિયા ઉઘરાવીને સમાજનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો તેવા આક્ષેપોથી આજે વાતાવરણ ગરમ થયું છે. ત્યારે આવનારા દિવસોમાં ભ્રષ્ટચરના મુદ્દે અલ્પેશ ઠાકોર પર શંકાના વાદળો ઉભા થઇ શકે છે. ચાણસ્મા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોમાં અલ્પેશ ઠાકોર સામે રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે. સમાજ માટે કામ કરવાના વચનો આપ્યા પણ એક પણ કામ કર્યા નથી તેવા આક્ષેપ અલ્પેશ ઠાકોર સામે કર્યા હતા.

ચાણસ્મા અખિલ ક્ષત્રિય ઠાકોર સેના સમિતિએ આજે અલ્પેશ ઠાકોર સામે ખુલીને બહાર આવ્યો છે. અલ્પેશ ઠાકોરે રૂપિયા ૧૦૦ લઈને મેમ્બરશીપ આપી હતી એનો હિસાબ આપવો જોઈએ તેમજ રોજગાર જેવા મુદ્દાઓ પર અલ્પેશ સામે રોસ ઠાલવ્યો હતો.

Previous articleગાંગુલીએ અમ્પાયર સાથેના વિવાદને ધોનીની પ્રતિસ્પર્ધાત્મકતા ગણાવી
Next articleપૂરતું પાણી ન મળતાં ટેન્કરમાંથી પાણી માટે પડાપડી