અમદાવાદમાં લાખો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે બે કાશ્મીરીઓ ઝડપાયા

669

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૧૦ કિલો ચરસના જથ્થા સાથે ત્રણ આરોપીઓની સરદારબાગ પાસેથી ધરપકડ કરી લીધી છે. ઉલેખનીય છે કે આ ચરસનો જથ્થો કશ્મીરના બાલાકોટ વિસ્તારમાંથી લાવામાં આવ્યો હોવાની કબૂલાત આરોપીઓએ પોલીસ સમક્ષ કરી છે.

પોલીસે ધરપકડ કરેલ ત્રણ શખ્સોમાંથી બે વ્યક્તિ કાશ્મીરી હોવાનું સામે આવ્યું છે જયારે અન્ય ત્રીજો આરોપી હર્ષ શાહ ઉર્ફે ચકો દરિયાપુર કડીયાનાકાનો રહેવાસી છે. હાલ પોલીસે આ ત્રણેય શખ્સોની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય શખ્શોમાંથી હર્ષ શાહ ઉર્ફે ચકો છેલ્લા દોઢેક વર્ષથી ચરસની હેરાફેરીમાં સંડોવાયેલો હોવાની કેફિયત પોલીસ સમક્ષ કરી છે.

કાશ્મીરના કુપવાડા જિલ્લામાંથી આટલા મોટા જથ્થામાં ડ્રગ્ઝનો જથ્થો અમદાવાદ સુધી આવી જાય છે અને ત્યાં સુધી સીમાડાઓની પોલીસ એટલે કે ચેક પોસ્ટ પરની પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તેવું સ્પષ્ટપણે લાગે છે. કારણકે બંને કાશ્મીરી યુવકો ચરસનો જથ્થો લઈને અજમેર સુધી ઈનોવા ગાડીમાં આવ્યા હતા અને અજમેરથી ર્પ્રાઈવેટ ખાનગી બસમાં અમદાવાદ આવ્યા હતા અને હર્ષ ઉર્ફે ચકાના મારફતે આ લાખો રૂપિયાના ચરસની ડીલ કરવાના હતા તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મહત્વની વાત છે કે બે કાશ્મીરી યુવકો કાશ્મીરથી ૧૦ કિલો ચરસનો જત્થો લઈને ભારતમાં આવી જાય છે રાજેસ્થાનના અજમેર સુધી ગાડીમાં પોહચી પણ જાય છે શરમજનક બાબત એ છે કે ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ પણ ઊંઘતા જડપાયા જેને લીધે લાખો રૂપિયાનો ચરસનો જથ્થો અમદાવાદ શહેર સુધી પહોંચી ગયો. ઉલેખનીય છે આ સમગ્ર ઓપરેશન અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને નારકોટીક્સ કંટ્રોલ બ્યુરોએ સાથે મળીને પાર પાડ્‌યું છે. જયારે શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા હાલ ત્રણેય આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરવામા આવી રહી છે.

Previous articleપૂરતું પાણી ન મળતાં ટેન્કરમાંથી પાણી માટે પડાપડી
Next articleહાઈપ્રોફાઈલ ગાંધીનગર બેઠક પર બે ઉમેદવાર અભણ, ચાર વકીલ અને બે ડૉક્ટર