યોગીને ૭૨, માયાને ૪૮ કલાક પ્રચાર નહીં કરવા હુકમ

483

આચાર સંહિતાનો ભંગ કરવાના મામલામાં ચૂંટણી પંચે આખરે લાલ આંખ કરી છે. પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન પાર્ટીના પ્રમુખ માયાવતીના પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. યોગી આદિત્યનાથ પર ૭૨ અને માયાવતી પર ૪૮ કલાક સુધી પ્રચાર નહીં કરાવનો પ્રતિબંધ લગાવ્યો છે.

આ પ્રતિબંધ દરમિયાન યોગી આદિત્યનાથ અને માયાવતી ના તો કોઈ રેલી કે સભાને સંબોધી શકશે કે ના તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે. આ સિવાય તેઓ કોઈ ઈન્ટરવ્યૂ પણ નહીં આપી શકે. ચૂંટણી પંચનો આ પ્રતિબંધ ૧૬મી એપ્રિલે સવારે છ વાગ્યાથી શરૂ થશે. ચૂંટણી પંચના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે યોગી આદિત્યનાથ ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલે કોઈ પ્રચાર નહીં કરી શકે. તેમજ માયાવતી ૧૬, ૧૭ એપ્રિલે કોઈ ચૂંટણી પ્રચાર નહીં કરી શકે.બાસપા અધ્યક્ષ માયવતીએ ઉત્તર પ્રદેશના દેવબંધમાં ચૂંટણી સભા દરમિયાન મુસ્લિ સમુદાયના લોકો પાસે મતની અપીલ કરી હતી. માયાવતીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મુસ્લિમ સમુદાય પોતાના વોટમાં ભાગલા ન પાડે અને ફક્ત માહાગઠબંધનને વોટ આપે. માયાવતીનું આ નિવેદન ધર્મના નામ પર મત માંગવાના નિયમનું છડેચોક ઉલ્લંઘન છે. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોદી આદિત્યનાથે પોતાના એક સંબોદનમાં માયવતી પર હુમલો કરતા કહ્યું હતું કે જો વિપક્ષને અલી પસંદ છે તો અમને બજરંગ બલી પસંદ છે. બંને નેતાઓના આ નિવેદનની ચૂંટણી પંચે નોંધ લીધી અને ટકોર કરી હતી.

જોકે, સોમવારે સવારે સુપ્રીમ કોર્ટે માયવતીને દેવબંદ રેલીમાં આપેલા ભાષણ પર વિરોધ વ્યક્ત કર્યો હતો. કોર્ટ તરફથી ચૂંટણી પંચ પર ફિટકાર વરસાવી હતી કે હજુ સુધી આ મામલે કાર્યવાહી કેમ કરી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી પંચે ફક્ત નોટિસ કેમ ફટકારી રહ્યું છે, નક્કર પગલા કેમ નથી ઉઠાવતી.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રચાર દરમ્યાન નફરત ફેલાવતા ભાષણ આપવા અને ધાર્મિક આદાર પર વોટ માંગનારા નેતાઓ પર કાર્યવાહી ન કરવાને લઈ ચૂંટણી પંચની સમિતી શક્તિઓને લઈ નારાજગી દર્શાવી હતી.

Previous articleચોકીદાર ચોર હૈના નિવેદન ઉપર રાહુલને સુપ્રીમની નોટિસ
Next articleહનુમાન જ્યંતિને લઇ શ્રદ્ધાળુ ઉત્સાહિત : તમામ તૈયારીઓ