ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચૂંટણી પછી એકાએક પાણીની તંગી?

554

ગુજરાતમાં આ વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાવાની છે. તેઓ અહેવાલ જાન્યુઆરીની શરૂઆતમાં જ પ્રસિદ્ધ કર્યો હતો. જે હવે સાચો પડી રહ્યો છે. ગત વર્ષે ચોમાસુ નબળું જતા અને નર્મદા ડેમ સહિતના જળાશયોમાં ઉપલબ્ધ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરાતા સ્થિતિ વધુ વણસી છે.

જોકે સરકાર અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અનેક વખત દાવા કર્યા છે કે જૂન મહિના સુધી ગુજરાતમાં પાણીની કોઇ જ સમસ્યા નથી. જળાશયોમાં પાણીનો તો ઉપલબ્ધ છે માટે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ ગુજરાતમાં ૩૦મી એપ્રિલે તમામ ૨૬ બેઠકો માટેની ચૂંટણી યોજાઈ ગઈ હતી. મતદાન થયું એ દિવસ સુધી કે પછીના દિવસ સુધી પાણીની કોઇ જ બૂમ હતી નહીં.

હવે છેલ્લા ચાર દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી પાણીની સમસ્યા હોવાની ફરિયાદો ઊભી થઈ રહી છે. ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં પણ બહેનો એક બેડું પાણી ભરવા માટે લાંબી લાઈનમાં ઉભી રહે છે. સંખ્યાબંધ વિસ્તારોમાં ટેન્કરથી પાણી અપાઈ રહ્યું છે. અનેક વિસ્તારોમાં બોરના તળ નીચા જતા રહ્યા છે. પાણીના કૂવા ખાલીખમ થઈ ગયા છે.

કેટલાક આદિવાસી વિસ્તારો અને સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામોમાં પીવાનું પાણી ભરવા માટે મહિલાઓને બેથી પાંચ કિલોમીટર ચાલીને જવું પડે છે. મતદાન પૂર્ણ થયાના ચાર પાંચ દિવસની અંદર જ ગુજરાતમાં પાણીની કટોકટી કેમ ઉભી થઇ તે કોઈને સમજાતું નથી, કારણકે આ કટોકટી માત્ર ચાર પાંચ દિવસની નથી. વાસ્તવમાં સરકારે પાણીની આવી કપરી પરિસ્થિતિ સર્જાશે એવી વાત લોકોથી છુપાવીને રાખી હતી.

ચૂંટણી પહેલા જો આ વાત જાહેર થઈ જાય તો સરકારને મુશ્કેલી થાય તેમ હતી તેમજ મતદારો ભાજપથી વિમુખ થાય એવી આશંકા પણ હતી. આથી સરકારે ચૂંટણી સુધી કોઈ વિસ્તારમાં પાણીની તકલીફ ન પડે તે માટે ખૂબ જ ધ્યાન આપ્યું હતું અને તે માટેની તમામ વ્યવસ્થા પણ ગોઠવી હતી, પરંતુ હવે સરકારને કોઈ ઘરે જ રહી નથી. આથી જે વ્યવસ્થા હતી. તેમાં ફેરફારો થઈ ગયા છે તેમજ જે વિસ્તારમાં પાણી નિયમિત પહોંચ્યું હતું. તે બંધ કરી દેવામાં આવ્યું છે. એવું નાગરિકો જણાવી રહ્યા છે.

લોકોનો આક્ષેપ છે કે ચૂંટણી જીતવા માટે સરકારે આવી નીતિ અપનાવી જોઇએ નહીં પીવાના પાણી અને ઘસારાની સમસ્યાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું જીવવું દુષ્કર થઈ ગયું છે ચોમાસા આડે હજુ દોઢ મહિનાની વાર છે. બીજીબાજુ મે મહિનાની કાળજાળ ગરમી પણ પડવાની હજુ બાકી છે. જેથી આગામી દોઢથી બે મહિનાનો સમય ખૂબ જ કપરો સાબિત થવાનો છે.

હવે સરકાર શું કરે છે તે જોવું રહ્યું નાગરિકો જણાવે છે કે સરકારે લોકો સાથે છેતરપિંડી કરવાનું બંધ કરવું જોઈએ અને જે કઈ સ્થિતિ હોય તે સાચી જણાવી દેવી જોઈએ. ઝ્રસ્ રુપાણી આજે બપોરે પાણીના આયોજન અંગે પત્રકારોને માહિતી આપશે.

દરમિયાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બપોરે ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. ગુજરાતમાં ઉભા થયેલા જળસંકટના સંદર્ભમાં વાસ્તવમાં કેવી સ્થિતિ છે. તેની માહિતી આપવા માટે આ પ્રેસ-કોન્ફરન્સ બોલાવી છે. મુખ્યમંત્રી શું અને કેવી માહિતી આપે છે. તેના પર સૌ કોઇની નજર મંડાણી છે. સૂત્રો જણાવે છે કે મુખ્યમંત્રી ગમે તે કહે પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતના કુલ ૨૦૪ જળાશયોમાં હવે પાણીનો જથ્થો ખૂટવા આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટી છે. સરકાર હવે લોકોને પીવાનું પાણીનો કયો વિકલ્પ આપવા માગે છે અને આગામી દિવસો કેવા રહેશે તે મહત્વનું છે.

Previous articleમેયર ઓફીસ પાસેનો આરો મેયરે તાત્કાલિક ચાલુ કરાવ્યો
Next articleકથિત ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ પ્રથમવાર મંત્રી વાસણ આહીરની સચિવાલયમાં પહોંચ્યા